Gujarati Video: રાજકોટમાં બાબા બાગેશ્વરના દરબાર પૂર્વે વિજય રૂપાણીએ વ્યવસ્થાની સમીક્ષા કરી

TV9 Gujarati
| Edited By: | Updated on: May 25, 2023 | 12:48 PM

રૂપાણીએ કહ્યું કે- કોંગ્રેસ પહેલેથી ધર્મ અને સંસ્કૃતિ વિરોધી છે, લઘુમતીઓના મત મેળવવા તુષ્ટિકરણ કરે છે.. કોંગ્રેસે હિન્દુ સમાજને નજરઅંદાજ કર્યો છે,, હિન્દુ ધર્મની વાત આવે એટલે કોંગ્રેસ અકળાઈ જાય છે.. આ ઉપરાંત વિજય રૂપાણીએ બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીના કાર્યક્રમને સફળ બનાવવાની વાત પણ કરી છે.

રાજકોટમાં(Rajkot) 1 અને 2 જૂને યોજાવા જઈ રહેલા બાબા બાગેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રીના(Dhirendra Shastri) કાર્યક્રમનો એકતરફ કોંગ્રેસ વિરોધ કરી રહી છે. તો બીજીતરફ ભાજપના નેતાઓ કાર્યક્રમને સફળ બનાવવા કામે લાગ્યા છે. આ દરમિયાન બાગેશ્વર ધામ સમિતિના કાર્યાલયની મુલાકાતે પહોંચેલા પૂર્વ સીએમ વિજય રૂપાણીએ કોંગ્રેસ પર પ્રહાર કર્યા.

રૂપાણીએ કહ્યું કે- કોંગ્રેસ પહેલેથી ધર્મ અને સંસ્કૃતિ વિરોધી છે, લઘુમતીઓના મત મેળવવા તુષ્ટિકરણ કરે છે.. કોંગ્રેસે હિન્દુ સમાજને નજરઅંદાજ કર્યો છે,, હિન્દુ ધર્મની વાત આવે એટલે કોંગ્રેસ અકળાઈ જાય છે.. આ ઉપરાંત વિજય રૂપાણીએ બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીના કાર્યક્રમને સફળ બનાવવાની વાત પણ કરી છે.

રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">