Gujarati Video : મૂળ દ્વારકા બંદર પર દરિયાઈ માર્ગે 200 બોટ સાથે 1000 માછીમારોએ કરી ઘૂસણખોરી, સ્થાનિકોમાં ભયનો માહોલ
ગેરકાયદે વસવાટ કરી ખોટી ધાક જમાવતા માછીમારો સામે સ્થાનિકોએ ખુબ જ વિરોધ કર્યો છે. તો બીજી તરફ આ 200 જેટલી બોટ પૈકીના એક માછીમારે જણાવ્યું કે તેઓ હર્ષદથી આવ્યા છે.
ગીર સોમનાથના કોડીનારના મૂળ દ્વારકા બંદર પર દરિયાઈ માર્ગે ગેરકાયદે માછીમારોની ઘૂસણખોરી સામે આવી છે. અંદાજે 200 બોટ સાથે 1 હજાર જેટલા લોકોએ ગામમાં ગેરકાયદે પ્રવેશ કર્યો હોવાની ઘટના સામે આવી છે. જેને કારણે ગામના લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે. ગેરકાયદે વસવાટ કરી ખોટી ધાક જમાવતા માછીમારો સામે સ્થાનિકોએ ખુબ જ વિરોધ કર્યો છે. તો બીજી તરફ આ 200 જેટલી બોટ પૈકીના એક માછીમારે જણાવ્યું કે તેઓ હર્ષદથી આવ્યા છે.
આ પણ વાંચો : Gir somnath: સોમનાથ દર્શન બાદ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ લોકસભાની ચૂંટણીને લઈ કરી મોટી રાજકીય આગાહી, જુઓ Video
સ્થાનિકોનું કહેવું છે કે નાઉદ્રા, મિયાણા, બેટ દ્વારકા, હર્ષદ સહિતના બંદરો પર ગેરકાયદે બાંધકામ તંત્રએ તોડી પાડ્યું છે. જેને કારણે આ લોકો પોતાની હોડી લઈને મૂળ દ્વારકા બંદરે રાતના અંધારામા આવી પહોંચ્યા છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે ગેરકાયદે રહેતા લોકો પોતાના સ્વાર્થ માટે કોમી વૈમનસ્ય ફેલાવી રહ્યાં છે. સાથે જ સ્થાનિકોએ દ્વારકા બંદરે કોમી તોફાનો ફાટી નીકળે તેવી આશંકા વ્યક્ત કરી છે.
તો બીજી તરફ મૂળ દ્વારકા બંદરના સ્થાનિકોએ પોલીસ સહિત તંત્રને આવેદન પણ આપ્યું છે. આવેદનમાં લોકોએ ખાસ ઉલ્લેખ કરીને જણાવ્યું છે કે, મૂળદ્વારકા બંદરે ગેરકાયદે આવીને વસેલા અને કૌમી વૈમનસ્ય ફેલાવનારા સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. જો કાર્યવાહી કરવામાં નહિ આવે તો આંદોલનની ચીમકી ઉચ્ચારશે.