Gujarati Video: સુરતની સ્મિમેર હોસ્પિટલમાં શ્વાનની લટાર, બાળકોના ICU વોર્ડ પાસે સિક્યોરિટી હોવા છતાં શ્વાન રખડતું જોવા મળ્યું
Surat: સુરતની સ્મીમેર હોસ્પિટલ તંત્રની ઘોર બેદરકારીના ફરી એકવાર દૃશ્યો સામે આવ્યા છે. દર્દીઓના સ્વાસ્થ્યની હોસ્પિટલ તંત્રને જાણે કંઈ પડી જ નથી. સ્મીમેર હોસ્પિટલમમાં ખુલ્લેઆમ એક શ્વાન આંટાફેરા કરી રહ્યો છે. એટલુ જ નહીં આ શ્વાન બાળકોના વોર્ડ સુધી પહોંચી જાય છે પરંતુ ત્યાં સુધી હોસ્પિટલતંત્રને જાણ સુદ્ધા થતી નથી. આ અગાઉ પણ મેડિકલ કોલેજમાં શ્વાન રખડતુ જોવા મળ્યુ હતુ.
Surat: સુરતની સ્મીમેર હોસ્પિટલમાં ફરી એકવાર રખડતા શ્વાનનો વીડિયો સામે આવ્યો છે. વાયરલ વીડિયોમાં રખડતો શ્વાન હોસ્પિટલ પરિસરમાં આટાફેરા મારી રહ્યો છે. સૌથી દુર્ભાગ્યપૂર્ણ બાબત એ છે કે રખડતુ શ્વાન બાળકોના ICU વોર્ડ સુધી પહોંચી ગયું હતું. સુરત સ્મીમેર હોસ્પિટલના સત્તાધીશો માટે આ દ્રશ્યો શરમજનક કહી શકાય. સૌથી મોટો સવાલ એ સર્જાય છે કે સિક્યોરિટી ગાર્ડ છતાં હોસ્પિટલમાં કેવી રીતે શ્વાન પ્રવેશી જાય છે.
અગાઉ મેડિકલ કોલેજમાં આંટાફેરા મારી રહ્યુ હતુ શ્વાન
હવે જુઓ આ દ્રશ્યો અગાઉ સ્મીમેર હોસ્પિટલની મેડિકલ કોલેજમાં રખડતું શ્વાન ચાલુ ક્લાસમાં રખડતું જોવા મળ્યું હતું. પહેલા મેડિકલ કોલેજના ક્લાસ અને હવે હોસ્પિટલમાં શ્વાનના આંટાફેરા હોસ્પિટલ તંત્રની કામગીરી સામે સવાલ ઉઠાવે છે. અહીં સવાલ એ સર્જાય કે અગાઉની ઘટના બાદ પણ કેમ તંત્ર હજી સુધી જાગ્યું નથી. જો શ્વાન દર્દીઓને નુકસાન પહોંચાડશે તો કોની જવાબદારી. સવાલો અનેક છે પરંતુ જવાબદાર તંત્ર જ જ્યારે બેજવાબદાર બને તો જવાબ આપે કોણ ?
સુરતની હોસ્પિટલો શ્વાનના અડીંગા માટે બદનામ
એવું નથી કે સુરતની હોસ્પિટલો જ શ્વાનના અડીંગા માટે બદનામ છે. જુઓ રાજ્યના અન્ય શહેરોની હોસ્પિટલોની પરિસ્થિતિ પણ કઇક આવી જ છે. વડોદરાથી માંડીને જામનગર સુધી, સાબરકાંઠાથી લઈને સુરત સુધી તમામ સરકારી હોસ્પિટલો રખડતા શ્વાનની પહેલી પસંદ બની છે અને શ્વાન અહીં અડીંગો જમાવી રહ્યા છે. આ દ્રશ્યો રાજ્યના આરોગ્ય વિભાગ માટે શરમજનક છે. વડોદરાની ઘટના બાદ તો આરોગ્ય મંત્રીએ પુરતી સિક્યોરિટીનો દાવો કર્યો હતો પરંતુ આ દાવા બાદ પણ સ્થિતિ આપની નજર સમક્ષ છે.
સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
માઉન્ટ આબુ બન્યું કાશ્મીર ! શિયાળાના આરંભે નોંધાયું 0 ડિગ્રી તાપમાન
આંતરરાષ્ટ્રીય 'સાયબર સ્લેવરી' રેકેટનો પર્દાફાશ ! આરોપી પોલીસ સકંજામાં
100 કરોડથી વધુના સાયબર કૌભાંડ કેસમાં આરોપીની કરોડની સંપત્તિ જપ્ત
કર્ણાવતી યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓમાં રોષનો માહોલ !
