Gujarati Video: પોરબંદર છાયા નગરપાલિકાની ચૂંટણી પહેલા જ વિવાદ, ભાજપે નગરપાલિકાના સભાખંડને જ બનાવી દીધુ કાર્યાલય
Porbandar: પોરબંદરની છાયા નગરપાલિકાની ચૂંટણી પહેલા જ વિવાદ સામે આવ્યો છે. ભાજપે નગરપાલિકાના સભાખંડને જ કાર્યાલય બનાવી દેતા વિવાદ થયો છે. પ્રમુખ-ઉપપ્રમુખને સભાખંડમાં બોલાવી મેન્ડેટ આપવામાં આવ્યુ હતુ. આ ઘટનાને પગલે છાયા ભાજપ શાસિત છાયા નગરપાલિકા વિવાદમાં આવી છે.
Porbandar: પોરબંદરની છાયા નગરપાલિકાની ચૂંટણી પહેલા જ વિવાદ સામે આવ્યો છે. ભાજપે નગરપાલિકાના સભાખંડને જ કાર્યાલય બનાવી દીધુ છે. પ્રમુખ-ઉપપ્રમુખને સભાખંડમાં બોલાવી મેન્ડેટ આપતા વિવાદ થયો છે. પ્રમુખ-ઉપપ્રમુખને સભાખંડમાં બોલાવી મેન્ડેટ આપતા વિવાદ થયો છે. ચીફ ઓફિસર અને પ્રાંત અધિકારીને પણ સભાખંડથી દૂર રખાયા છે બીજી તરફ મેન્ડેટથી કેટલાક સુધરાઈ સભ્યોમાં પણ અસંતોષ બનાવી છે.
આ તરફ પોરબંદરના સાંસદે ખીજળી પ્લોટમાં આખરે ગાર્ડનનું લોકાર્પણ કર્યું. જો કે, આ લોકાર્પણની ચર્ચા ગાર્ડનને કારણે નહીં, પરંતુ વિવાદને કારણે થઈ રહી છે. છેલ્લા બે મહિનાથી અહીં શૌચાલયને લઈને વિવાદ ચાલી રહ્યો છે. ગાર્ડનના શૌચાલયનો વિવાદ છેક હાઈકોર્ટ સુધી પણ પહોંચ્યો અને કોર્ટે શૌચાલયની કામગીરી પર બ્રેક લગાવી હતી. છતાં આ લોકાર્પણ થતાં શહેરભરમાં ચર્ચાઓ જાગી છે.
આ પણ વાંચો: Gandhinagar: OBC અનામત બિલ વિધાનસભામાં થયુ પાસ, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં હવે OBC સમાજને 27 ટકા અનામત
વિવાદ એક જ પક્ષના અને એક જ પરિવારના કૌટુંબિક ભાઈઓ વચ્ચેનો છે. શહેર યુવા મોરચાના પ્રમુખનું કહેવું છે કે શૌચાલય જ્યાં બનાવવાનું નક્કી થયું છે તેમા સ્વાસ્થ્ય જોખમાશે. બીજી તરફ પાલિકા પ્રમુખ કહે છે કે, આ વિવાદ કોઈ પણ કારણોવગર ઉભો કરી દેવાયો છે. પોરબંદર નગરપાલિકાની કામગીરી સામે બે દિવસ પહેલા સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો હતો. સ્થાનિકોનો આક્ષેપ છે, કે હાઇકોર્ટે સ્ટે આપ્યા બાદ પણ પાલિકાએ શૌચાલય અને કમ્પાઉન્ડ વોલ બનાવવાની કામગીરી હાથ ધરી. જેને લઇ સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો હતો.
પોરબંદર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો