સુરતમાં મરીન પોલીસના ASIએ દારૂબંધીના ઉડાડ્યા ધજાગરા, પીધેલ હાલતમાં રાંદેર પોલીસ મથક લીધુ માથે- જુઓ Video

Surat: સુરતમાં પોલીસકર્મી જ દારૂબંધીના ધજાગરા ઉડાડતા હોય તેવા દૃશ્યો સામે આવ્યા છે. રાજ્યમાં દારૂબંધી હોવા છતા સુરતના મરીન પોલીસ મથકના ASIએ દારૂના નશામાં હોવાનુ સામે આવ્યુ. પીધેલ હાલતમાં તેમણે રાંદેર પોલીસ મથકમાં હોબાળો મચાવ્યો હતો.

Baldev Suthar
| Edited By: | Updated on: Sep 15, 2023 | 8:28 PM

Surat: વધુ એકવાર સુરતમાં દારૂબંધીના લીરેલીરા ઉડાડતા દૃશ્યો સામે આવ્યા. મરીન પોલીસ મથકના ASI જ દારૂના નશામાં રાંદેર પોલીસ મથકમાં હોબાળો કરતા જોવા મળ્યા. ASI નો પીધેલ હાલતમાં હંગામો કરતો વીડિયો વાયરલ થતા રાંદેર પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી છે.

દારૂ પીને રાંદેર પોલીસ મથકમાં મચાવ્યો હોબાળો

મળતી માહિતી મુજબ સુરતના રાંદેર પોલીસ મથકમાં બુધવારે રાતે પોલીસકર્મીઓ ફરજ બજાવતા હતા ત્યારે 10.30 વાગ્યાના અરસામાં ત્રણ યુવાનો પોલીસ મથકમાં પ્રવેશ્યા હતા અને ફરિયાદ બાબતે પૂછપરછ કરતા તે ઉશ્કેરાઈ ગયો હતો.  અને મોબાઈલમાં વીડિયો રેકોર્ડીંગ કરવાનું શરૂ કર્યું હતું. જેથી પોલીસકર્મીઓએ તેને વીડિયો રેકોર્ડીંગ નહિ કરવા જણાવતા ગેરવર્તન કર્યું હતું.

દારૂના નશામાં ASI એ બુમાબુમ કરી

દરમ્યાન મરીન પોલીસ મથકમાં ASI તરીકે ફરજ બજાવતા સુરેશભાઈ ગોમાનભાઈ અને તેની પત્ની અને દીકરી પણ પોલીસ મથકે દોડી આવ્યા હતા અને ASI બુમાબુમ કરી હતી, દરમ્યાન PSI એચ.એન પરમારે ત્યાં આવીને તેઓને સમજાવવા છતાં માન્યા ન હતા અને હું પોલીસ વાળો છું અને તમને બધાને જોઈ લઈશ તેમ કહી હોબાળો મચાવ્યો.

આ પણ વાંચો: Breaking News: વિધાનસભા ગૃહમાં OBC અનામત બિલ રજૂ કરાયુ, કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે રજૂ કર્યો પ્રસ્તાવ

 પીધેલા ASI સામે પ્રોહી. એક્ટ મુજબ કાર્યવાહી

આ ઘટનાની જાણ રાંદેર પી.આઈ. ને પણ કરવામાં આવી હતી. આ દરમ્યાન PSI બી.એસ.પરમાર ત્યાં આવી ગયા હતા અને ASI.ને સમજાવવાની કોશિશ કરી હતી અને PSIએ તમે પીધેલા છો તમારા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેમ કહેતા ‘તારાથી થાય તે કેસ કરી લે’ તેમ કહ્યું હતું. આખરે આ સમગ્ર મામલે રાંદેર પોલીસે ASI સુરેશભાઈ ગોમાનભાઈ ચૌહાણ વિરુદ્ધ પ્રોહી.એક્ટની કલમ 66[1][B] મુજબ ગુનો નોંધી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
અમદાવાદમાં એકાએક સાઈન બોર્ડ નીચે પડતા ત્રણ લોકોને આવી ઈજા- જુઓ Video
અમદાવાદમાં એકાએક સાઈન બોર્ડ નીચે પડતા ત્રણ લોકોને આવી ઈજા- જુઓ Video
રાજકોટના ખીરસરા ગામના ખેડૂતોની મહેનત પર ફરી વળ્યા વરસાદી પાણી- Video
રાજકોટના ખીરસરા ગામના ખેડૂતોની મહેનત પર ફરી વળ્યા વરસાદી પાણી- Video
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
g clip-path="url(#clip0_868_265)">