Gujarati video: મહાકાય બાર્જની દોરીઓ તૂટી જતા કોલસા ભરેલું શિપ ONGC બ્રિજ પાસે પહોંચ્યું, જુઓ Video

હજીરા સ્થિત વિવિધ કંપનીઓના બાર્જ જેટી પાસે બાંધવામાં આવતા હોય છે. ખાનગી કંપનીના બાર્જને જેટી પાસે બાંધવામાં આવતા હોય છે પરંતુ ઘણી વખતે વધુ પડતા પવન અને પાણીના વેગના કારણે આ પ્રકારના શીપ તણાઈ આવતા હોય છે

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 22, 2023 | 6:25 PM

સુરતના ઓએનજીસી બ્રિજ પાસે સમયાંતરે બાર્જ ટકરવાની ઘટનાઓ સામે આવતી રહે છે. ઘણી વખત પાણીના વધારે વહેણના કારણે બાર્જ કે અન્ય શિપ ongc બ્રીજના પીલર પાસે આવીને ટકરાવાની ઘટના બને છે. આજે ફરીથી કોલસા ભરેલા બાર્જ ઓએનજીસી બ્રિજ ઉપર આવીને અથડાયા હતા.  ભારે પવનના મોજા દરિયામાં ઉઠી રહ્યાં છે. બીજી તરફ દરિયામાં કરંટ હોવાથી પવન અને પાણીના વેગના કારણે હજીરાની જેટી ખાતે બાંધવામાં આવેલા કોલસા ભરેલા મહાકાય બાર્જની દોરીઓ તૂટી જતાં તણાઈને ઓએનજીસી બ્રિજ પાસે આવી ગયાં હતાં.

હજીરા સ્થિત વિવિધ કંપનીઓના બાર્જ જેટી પાસે બાંધવામાં આવતા હોય છે. ખાનગી કંપનીના બાર્જને જેટી પાસે બાંધવામાં આવતા હોય છે પરંતુ ઘણી વખતે વધુ પડતા પવન અને પાણીના વેગના કારણે આ પ્રકારના શીપ તણાઈ આવતા હોય છે અને આખરે તે ઓએનજીસી બ્રિજના પીલર પાસે આવીને ઊભા રહી જતા હોય છે અથવા તો તેમની ગતિ વધારે તેજ હોય તો તેઓ ટકરાતા પણ હોય છે.

કોલસા ભરેલા અંદાજે ચારથી પાંચ જેટલા બાર્જ ઓએનજીસી બ્રિજ પાસે દેખાયા હતા. સુરતના હજીરા ખાતે અન્ય દેશોમાંથી પણ ખૂબ મોટા પ્રમાણમાં કોલસાની આયાત થતી હોય છે. આજે જે બાર્જ ઓએનજીસી બ્રિજ પાસે દેખાયા હતા. તે ઈન્ડોનેશિયા થી મગદલ્લા બંદર ખાતે કોલસા ખાલી થતો હતો. એક સાથે બાર્જ ઓએનજીસી બ્રિજની નીચે તણાઈ આવ્યા હતા.

ભૂતકાળમાં ઘણી એવી દુર્ઘટનાઓ થઈ છે કે જે ઓએનજીસી બ્રિજ ઉપર આવીને વિશાળકાય શિપ ટકરાઈ હોય અને તેના કારણે બ્રિજને નુકસાન થયું હોય.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">