Gujarati Video: એક સાથે 17 લોકોના ધોળે દિવસે ચકચારી અપહરણના CCTV ફૂટેજ આવ્યા સામે, જુઓ Video
સીસીટીવી ફૂટેજમાં જોવા મળી રહ્યું છે કે અપહરણકારો કાળા રંગની રેન્જ રોવર ગાડીમાં આવ્યા હતા અને આશરે 5 ગાડીઓ હતી. આ ગાડીઓ રસ્તા ઉપર ઉભી હતી અને 17 લોકોના અપહરણ થયા હતા. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે જિલ્લા પંચાયતના સભ્ય જનક ઠાકોર અને સદસ્યના પતિ કુંજનસિંહ ઠાકોરે જમીન વિવાદમાં ખેડૂતોનું અપહરણ કરીને ગોંધી રાખ્યા હતા.
અમદાવાદમાં એક સાથે 17 લોકોના અપહરણની ઘટનાથી ચકચાક મચી ગઈ હતી. આ ઘટનાના સીસીટીવ ફૂટેજ સામે આવ્યા છે. પ્રાથમિક માહિતી અનુસાર જમીનના વિવાદમાં 17 લોકોના અપહરણ કરવામાં આવ્યા હતા. જમીન માફિયાઓ 5 ગાડીઓ સાથે અપહરણ કરવા આવ્યા હતા. આ અંગે શાહીબાગ પોલીસે અપહરણ અંગેનો ગુનો નોંધીને વધારે તપાસ હાથ ધરી છે.
સીસીટીવી ફૂટેજમાં જોવા મળી રહ્યું છે કે અપહરણકારો કાળા રંગની રેન્જ રોવર ગાડીમાં આવ્યા હતા અને આશરે 5 ગાડીઓ હતી. આ ગાડીઓ રસ્તા ઉપર ઉભી હતી અને 17 લોકોના અપહરણ થયા હતા.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે જિલ્લા પંચાયતના સભ્ય જનક ઠાકોર અને સદસ્યના પતિ કુંજનસિંહ ઠાકોરે જમીન વિવાદમાં ખેડૂતોનું અપહરણ કરીને ગોંધી રાખ્યા હતા. ખેડૂતોને સિંગરવાના ફાર્મ હાઉસમાં ગોંધી રખાયા હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. આ મામલે શાહીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.
એક વિગત પ્રમાણે ભોગ બનેલો દિલીપ ઠાકોરનો પરિવાર હતો. તેઓ શાહીબાગ ગીરધરનગર બહુમાળી ભવનથી દસ્તાવેજ કરીને નીકળ્યા હતા તે સમયે તેમના પરિવારના 16 સભ્યો તેમજ બે ડ્રાઈવરને ફાર્મ હાઉસમાં ગોંધી રખાયા હતા. આ ઘટના બાદ ઠાકોર પરિવારના પરિચિત સભ્ય મૂકેશભાઇને આ અંગે જાણ થતા તેમણે પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરી અપહરણની ઘટનાની જાણ પોલીસને કરી હતી. આ ઘટના બાદ શાહીબાગ પોલીસ સ્થળ પર દોડી ગઈ હતી. પોલીસની ગાડીઓ આવતા આરોપીઓ સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા.