ગેરકાયદે અમેરિકા જવામાં જીવનું જોખમઃ ગુજરાતમાંથી ગેરકાયદે અમેરિકા જવા નીકળેલા 6નું તુર્કીમાં ખંડણી માટે અપહરણ
અમેરિકાની સરહદ પાસે કલોલ તાલુકાના ડિંગુચા ગામના 4 લોકોના મોતના સમાચારના પડઘા હજુ શમ્યા નથી ત્યાં ગાંધીનગરના કલોલ તાલુકાના જ એક ગામના બે પરિવારો તુર્કી થઈને યુએસ જતી વખતે ગુમ થયા હોવાનું બહાર આવ્યું છે.
અમેરિકાની સરહદ પાસે કલોલ તાલુકાના ડિંગુચા ગામના 4 લોકોના મોતના સમાચારના પડઘા હજુ શમ્યા નથી ત્યાં ગાંધીનગરના કલોલ તાલુકાના જ એક ગામના બે પરિવારો તુર્કી થઈને યુએસ જતી વખતે ગુમ થયા હોવાનું બહાર આવ્યું છે.
ગાંધીનગર પોલીસના જણાવ્યા અનુસાર આ બે પરિવારમાં છ સભ્યો છે. પોલીસના સૂત્રોએ જણાવ્યું કે ગાંધીનગરના કલોલ તાલુકાના એક ગામના બે અલગ-અલગ પટેલ પરિવારો ઈસ્તાંબુલ થઈને અમેરિકા જવા નીકળ્યા હતા. સૂત્રોએ જણાવ્યું હતું કે ઇસ્તંબુલમાં માનવ તસ્કરો દ્વારા તેમનું અપહરણ કરવામાં આવ્યું હતું અને ખંડણી માટે રાખવામાં આવ્યા હતા.
ગાંધીનગર પોલીસના એક અધિકારીએ જણાવ્યું હતું કે, “એક પરિવારમાં તેજસ પટેલ, તેમની પત્ની અલકા અને તેમના પુત્ર દિવ્યાનો સમાવેશ થાય છે.” “બીજા પરિવારના સભ્યો સુરેશ પટેલ, તેમની પત્ની શોભા અને તેમની પુત્રી ફોરમ છે. તેઓ ડિસેમ્બરના છેલ્લા અઠવાડિયે અથવા જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં તેમનું ગામ છોડીને યુએસ જવા નિકળ્યા હતા. અધિકારીએ કહ્યું કે ઈસ્તાંબુલમાં ભારતીય દૂતાવાસને પીડિતોના સંબંધીઓ અને મિત્રો તરફથી અપહરણની ફરિયાદ મળી હતી.
CID (ક્રાઈમ)ની એક ટીમ આ પરિવારોને કોણે મોકલ્યા અને તેઓ ઈસ્તાંબુલ કેવી રીતે ગયા અને તેઓ કેવી રીતે યુએસ પહોંચવાનો ઈરાદો ધરાવતા હતા તે જાણવાનો પ્રયાસ કરી રહી છે. તપાસ ચાલુ હોવાને કારણે અધિકારીએ ગામનું નામ આપવાનો ઇનકાર કર્યો હતો.
ડિંગુચાના પરિવારને તેમના તાલુકાના એક એજન્ટ દ્વારા મુસાફરી પર રવાના કરવામાં આવ્યા હતા. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે આ જ સંદિગ્ધ ટ્રાવેલ એજન્ટ બંને પરિવારોને ઈસ્તાંબુલ મોકલવામાં સામેલ હોઈ શકે છે.
જગદીશ પટેલ, 35; તેની પત્ની, વૈશાલી, 33; અને તેમના બાળકો વિહંગા, 12, અને ધાર્મિક, 3, કેનેડા-યુએસ બોર્ડર નજીક મૃત હાલતમાં મળી આવ્યા હતા. તેઓ કથિત રીતે ભારતીયોના એક મોટા જૂથથી અલગ થયા હતા જેઓ -35 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં સરહદ પાર કરીને યુએસ ગયા હતા. તેમના મૃતદેહો કેનેડાની બાજુએ યુએસ બોર્ડરથી માત્ર 10 મીટરના અંતરે મળી આવ્યા હતા.
આ પણ વાંચોઃ Narmada: બનાવટી ડીગ્રી, સર્ટિફિકેટ બનાવનાર મુખ્ય મહિલા આરોપી પકડાઈ, 35 યુનિવર્સિટીની બનાવટી 237 ડીગ્રી જપ્ત
આ પણ વાંચોઃ પાટણની HNGUમાં MBBS કૌભાંડ કેસમાં તત્કાલિન કુલપતિ જે.જે.વોરાને કારોબારી અધ્યક્ષ પદેથી હટાવાયા