સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રાના વિરેન્દ્રગઢ ગામમાં બાઈક સળગ્યું હોવાની ઘટના સામે આવી છે. બાઈકમાં અચાનક આગ લાગી હોવાથી ઘટનાની ચારે બાજુ ધુમાડાના ગોટેગોટા ઉડ્યા હતા. મળતી માહિતી અનુસાર બાઈકમાં પેટ્રોલ ઓવરફ્લો થતા આગ લાગ્યાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો : Surendranagar : લખતરના લીલાપુર ગામ પાસે નર્મદા કેનાલ થઈ ઓવરફ્લો, આસપાસના ખેતરોમાં જળબંબાકારની સર્જાઈ સ્થિતિ
બાઈક સળગ્યુ ત્યારે તેના પર કોઈ પણ વ્યક્તિ સવાર ન હોતું, આગની ઘટનાની જાણ થતા સ્થાનિકો તાત્કાલીક ધોરણે ઘટના સ્થળ પર દોડી આવ્યાં હતાં અને આગને કાબૂમાં લેવા માટે પ્રયાસ હાથ ધર્યો હતો. આગમા કોઈ જાનહાનિ કે માનહાનિ થઈ હોય તેવો અહેવાલ પ્રાપ્ત થયો નથી.
થોડા સમય પહેલા અમદાવાદ(Ahmedabad) માં સરખેજ રોડ ગુલઝાર પાર્ક પાસે જમાલપુરથી સરખેજ જતી ચાલુ રેનોલ્ટ ગાડીમાં અચાનક આગ (Fire) લાગી હતી. જો કે આ ઘટનામાં કોઇ જાનહાનિ થઇ નથી. જેમાં ગુલઝાર પાર્ક ગેટ નંબર એક પાસે કારમાં આગ લાગી હતી. જો કે આ ગાડીમાં પતિ પત્ની અને બે બાળકો સવાર હતા સમય સુચકતા વાપરીને તેઓ ગાડી ઉભી રાખીને ઉતરી જતા તેમનો આબાદ બચાવ થયો હતો.