Gujarati Video : સુરેન્દ્રનગરના ફુલગ્રામ ત્રિપલ મર્ડર કેસમાં પોલીસે 5 દિવસમાં ચાર્જશીટ દાખલ કરી

Gujarati Video : સુરેન્દ્રનગરના ફુલગ્રામ ત્રિપલ મર્ડર કેસમાં પોલીસે 5 દિવસમાં ચાર્જશીટ દાખલ કરી

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 12, 2023 | 8:46 PM

સુરેન્દ્રનગરના વઢવાણના ફુલગ્રામના ત્રિપલ મર્ડર કેસમાં પોલીસે માત્ર 5 દિવસમાં ચાર્જશીટ દાખલ કરી છે. ગ્રામ પંચાયત દ્વારા બનાવવામાં આવતી ગટરને લઈને ઘર સામે રહેતા પરિવારના ત્રણ સભ્યોની આરોપીએ હત્યા કરી હતી. સ્થાનિકોએ હત્યારાને ઘરમાં પુરી રાખીને પોલીસના હવાલે કર્યો હતો. બનાવની ગંભીરતાને ધ્યાને રાખી પોલીસે તાત્કાલિક તમામ પુરાવાઓ એકત્ર કર્યા બાદ નિષ્પક્ષ રીતે તપાસ કરી હતી.

સુરેન્દ્રનગરના વઢવાણના ફુલગ્રામના ત્રિપલ મર્ડર કેસમાં પોલીસે માત્ર 5 દિવસમાં ચાર્જશીટ દાખલ કરી છે. ગ્રામ પંચાયત દ્વારા બનાવવામાં આવતી ગટરને લઈને ઘર સામે રહેતા પરિવારના ત્રણ સભ્યોની આરોપીએ હત્યા કરી હતી. સ્થાનિકોએ હત્યારાને ઘરમાં પુરી રાખીને પોલીસના હવાલે કર્યો હતો. બનાવની ગંભીરતાને ધ્યાને રાખી પોલીસે તાત્કાલિક તમામ પુરાવાઓ એકત્ર કર્યા બાદ નિષ્પક્ષ રીતે તપાસ કરી હતી. તમામના નિવેદનો લઈને માત્ર 5 દિવસમાં જ 1008 પાનાની ચાર્જશીટ કોર્ટમાં દાખલ કરી હતી. અને બીજી તરફ મૃતકના નિરાધાર બનેલા બે બાળકોને મદદરૂપ થવા સરકારની યોજના હેઠળ રૂપિયા 05 -05 લાખની સહાય મળે તે માટે પણ પોલીસે પ્રયાસો હાથ ધર્યા હતા.

ત્રિપલ મર્ડર કેસના આરોપીને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો

ઉલ્લેખનીય છે કે, સુરેન્દ્રનગરના વઢવાણના ફુલગ્રામ ગામના ત્રિપલ મર્ડર કેસના આરોપીને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો છે. ગટર બનાવવા જેવી બાબતે એક જ પરિવારના ત્રણ વ્યક્તિઓને આરોપીએ મોતને ઘાટ ઉતાર્યા હતા.. હાલ પોલીસે આરોપીને ઝડપી હત્યામાં વપરાયેલું હથીયાર પણ જપ્ત કર્યું છે. સાથે જ આરોપીના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.

સમગ્ર બનાવની વાત કરીએ તો, ફુલગ્રામ ગામમાં આરોપી અગરસંગ ઉર્ફે ભગા માત્રાણીયા અને તેની સામે રહેતા હમીર મેમકીયા વચ્ચે પંચાયતની ગટરને લઇને બોલાચાલી થઈ હતી. જે બાબતનું મનદુ:ખ રાખી આરોપી અગરસંગે હમીરને ગળાના ભાગે છરીના ઘા ઝીંકી હત્યા કરી હતી, આ દરમિયાન ખેતરેથી મૃતકના પુત્ર અને પુત્રવધુ આવતા તેમને પણ છરીના ઘા ઝીંકી હત્યા નિપજાવી હતી.. હત્યારો ભાગે તે પૂર્વે જ ગ્રામજનોએ તેને ઘરમાં પુરી પોલીસને હવાલે કર્યો હતો.

આ પણ વાંચો : Gujarati Video : દાહોદના દેવગઢ બારિયામાં ટેન્કરમાંથી ગેરકાયદે ગેસની ચોરી કરતી ગેંગનો પર્દાફાશ

g clip-path="url(#clip0_868_265)">