Gujarati Video: ભાવનગર યુનિવર્સિટીના રજિસ્ટ્રાર કૌશિક ભટ્ટને 10 હજાર રૂપિયાનો દંડ, RTI ની માહિતી નહીં આપતા માહિતી આયોગે કરી કાર્યવાહી

Bhavnagar: ભાવનગરની મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટીના રજીસ્ટ્રાર કૌશિક ભટ્ટને 10 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે. RTI ની માહિતી નહીં આપતા રાજ્ય માહિતી આયોગે કરી કાર્યવાહી કરી છે.

Gujarati Video: ભાવનગર યુનિવર્સિટીના રજિસ્ટ્રાર કૌશિક ભટ્ટને 10 હજાર રૂપિયાનો દંડ,  RTI ની માહિતી નહીં આપતા માહિતી આયોગે કરી કાર્યવાહી
Bhavnagar RTI Penalty
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 06, 2023 | 7:32 PM

વિવાદનો પર્યાય બનેલી ભાવનગરની MKB યુનિવર્સિટી ફરી વિવાદમાં સપડાઇ છે. RTI ની માહિતી ન આપવા બદલ યુનિવર્સિટીના રજીસ્ટાર કૌશિક ભટ્ટને રૂપિયા 10 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે. રાજ્ય માહિતી આયોગે આ કાર્યવાહી હાથ ધરી છે. મહત્વપૂર્ણ છે કે માહિતી ન મળતા, અરજદારે માહિતી આયોગમાં ફરિયાદ કરી હતી. જેની નોંધ લેતા, માહિતી અધિકારના કાયદાના મનસ્વી અર્થઘટન બદલ રજીસ્ટાર વિરૂદ્ધ માહિતી આયોગે કાર્યવાહી કરી અને કડક શબ્દોમાં ઠપકો પણ આપ્યો હતો.

ભાવનગરની MKB યુનિવર્સિટીમાં કોમર્સ પેપર લીક કેસમાં કોર્ટે પેપર લીકના આરોપીઓના 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. મુખ્ય સૂત્રધાર ઇન્ચાર્જ પ્રિન્સિપાલ અમિત ગલાણી સહિત ત્રણેય આરોપીઓ રિમાન્ડ પર છે. રિમાન્ડ દરમિયાન પેપર લીક કેસમાં ચોંકાવનારા ખુલાસાની શક્યતા છે. કાકડીયા કોલેજની આરોપી વિદ્યાર્થિનીને ઝડપવા પોલીસની ટીમ સુરત રવાના થઇ છે.

આ પણ વાંચો: Gujarati Video : MKB યુનિવર્સિટી પેપર લીક કેસમાં આરોપીઓના 3 દિવસના રિમાન્ડ મંજૂર, ઇન્ચાર્જ પ્રિન્સિપાલ સહિત બે વિદ્યાર્થીની કરવામાં આવી ધરપકડ

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

ભાવનગર મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટીમાં લેવાયેલી બી.કોમ સેમેસ્ટર 6 નું પેપર લીક થયાના વાતમાં આખરે સતાધીશોએ પેપર લીક થયું હોવાનું કબુલ્યું હતુ અને પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે જી.એલ કાકડીયા કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ અમિત ગલાણીની ધરપકડ કરી હતી. પોલીસે અત્યાર સુધીમાં ઇન્ચાર્જ પ્રિન્સિપાલ અને બે વિદ્યાર્થીની ધરપકડ કરી છે. તો ફરાર યશપાલ અને રાહુલ ડાંગરને ઝડપી લેવા પોલીસે વિવિધ ટીમો બનાવી છે. પેપરના ફોટો કેટલા લોકો સુધી પહોંચ્યા તેની પોલીસ તપાસ કરશે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

g clip-path="url(#clip0_868_265)">