Gujarati Video : MKB યુનિવર્સિટી પેપર લીક કેસમાં આરોપીઓના 3 દિવસના રિમાન્ડ મંજૂર, ઇન્ચાર્જ પ્રિન્સિપાલ સહિત બે વિદ્યાર્થીની કરવામાં આવી ધરપકડ

Bhavnagar News : મુખ્ય સૂત્રધાર ઇન્ચાર્જ પ્રિન્સિપાલ અમિત ગલાણી સહિત ત્રણેય આરોપીઓ રિમાન્ડ પર છે. રિમાન્ડ દરમિયાન પેપર લીક કેસમાં ચોંકાવનારા ખુલાસાની શક્યતા છે. કાકડીયા કોલેજની આરોપી વિદ્યાર્થિનીને ઝડપવા પોલીસની ટીમ સુરત રવાના થઇ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 06, 2023 | 2:49 PM

ભાવનગરની MKB યુનિવર્સિટીમાં કોમર્સ પેપર લીક કેસમાં કોર્ટે પેપર લીકના આરોપીઓના 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. મુખ્ય સૂત્રધાર ઇન્ચાર્જ પ્રિન્સિપાલ અમિત ગલાણી સહિત ત્રણેય આરોપીઓ રિમાન્ડ પર છે. રિમાન્ડ દરમિયાન પેપર લીક કેસમાં ચોંકાવનારા ખુલાસાની શક્યતા છે. કાકડીયા કોલેજની આરોપી વિદ્યાર્થિનીને ઝડપવા પોલીસની ટીમ સુરત રવાના થઇ છે.

આ પણ વાંચો-ડુંગળી- બટાકા પકવતા ખેડૂતો આર્થિક સહાય માટે આજથી કરી શકાશે રજીસ્ટ્રેશન, આ રીતે કરી શકાશે અરજી

ભાવનગર મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટીમાં લેવાયેલી બી.કોમ સેમેસ્ટર 6 નું પેપર લીક થયાના વાતમાં આખરે સતાધીશોએ પેપર લીક થયું હોવાનું કબુલ્યું હતુ અને પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે જી.એલ કાકડીયા કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ અમિત ગલાણીની ધરપકડ કરી હતી. પોલીસે અત્યાર સુધીમાં ઇન્ચાર્જ પ્રિન્સિપાલ અને બે વિદ્યાર્થીની ધરપકડ કરી છે. તો ફરાર યશપાલ અને રાહુલ ડાંગરને ઝડપી લેવા પોલીસે વિવિધ ટીમો બનાવી છે. પેપરના ફોટો કેટલા લોકો સુધી પહોંચ્યા તેની પોલીસ તપાસ કરશે.

અમિત ગાલાણી ABVP સાથે સંકળાયેલો હોવાના દાવા થયા

કોમર્સ પેપર લીક કેસમાં ઝડપાયેલો આરોપી અને ઈન્ચાર્જ પ્રિન્સીપાલ અમિત ગાલાણી ABVP સાથે સંકળાયેલો હોવાના દાવા થયા અને તે બાદ NSUIએ વિરોધ કર્યો હતો. જો કે તે બાદ ABVPએ લેખિતમાં ખુલાસો કર્યો કે અમિત ગાલાણીને ABVP સાથે કોઇ લેવા દેવા નથી. અને તેઓ ABVPના પ્રાથમિક સભ્ય પણ નથી. માત્ર એક કાર્યક્રમમાં પ્રિન્સીપાલ હોવાથી તેઓ આવ્યા હતા.

કેવી રીતે ‘લીક’ કરાયું પેપર ? જાણો સમગ્ર વિગતો

  • 2 એપ્રિલ 2023 – મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિ.માં હતી B.Comની પરીક્ષા
  • 2 એપ્રિલ 2023 – B.Com સેમેસ્ટર-6નુમં એકાઉન્ટ વિષયનું હતું પેપર
  • 2 એપ્રિલ 2023 – બપોરે 3.30 કલાકે શરૂ થઇ હતી એકાઉન્ટ વિષયની પરીક્ષા
  • 2 એપ્રિલ 2023 – પરીક્ષા શરૂ થયાની 18 મિનિટ પહેલા પેપર થયું હતું વાયરલ
  • 2 એપ્રિલ 2023 – સોશિયલ મીડિયામાં એકાઉન્ટના પેપરની ફોટા થયા હતા વાયરલ
  • 2 એપ્રિલ 2023 – જાગૃત વિદ્યાર્થી દ્વારા યુવરાજસિંહે પેપર લીકનો કર્યો હતો દાવો
  • 2 એપ્રિલ 2023 – યુનિવર્સિટી સત્તાધીશોએ ફરિયાદ ન મળી હોવાનો કર્યો હતો દાવો
  • 3 એપ્રિલ 2023 – ભાંડો ફૂટતા યુનિ. સત્તાધીશોએ 3 સભ્યોની રચી હતી કમિટી

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Follow Us:
ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી
ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી
ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો
ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન
સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ
સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ
સ્પોર્ટ્સ વિશ્વને જોડવાનું કામ કરે છે...સ્ટેફન હિલ્ડેબ્રાન્ડેએ જણાવ્યુ
સ્પોર્ટ્સ વિશ્વને જોડવાનું કામ કરે છે...સ્ટેફન હિલ્ડેબ્રાન્ડેએ જણાવ્યુ
જર્મન કંપનીઓ ભારતમાં રોકાણ કરવા માંગે છે
જર્મન કંપનીઓ ભારતમાં રોકાણ કરવા માંગે છે
લો બોલો ! ચોર કઇ નહીં પણ સિવિલ હોસ્પિટલમાંથી 50થી વધુ નળ ચોરી ગયા
લો બોલો ! ચોર કઇ નહીં પણ સિવિલ હોસ્પિટલમાંથી 50થી વધુ નળ ચોરી ગયા
ભારત બદલાઈ ગયું છે અને નવી ઊર્જા સાથે આગળ વધી રહ્યું છે
ભારત બદલાઈ ગયું છે અને નવી ઊર્જા સાથે આગળ વધી રહ્યું છે
ટેકનોલોજીએ દેશમાં ચૂંટણીની દિશા બદલી નાખી..બોલ્યા અશ્વિની વૈષ્ણવ
ટેકનોલોજીએ દેશમાં ચૂંટણીની દિશા બદલી નાખી..બોલ્યા અશ્વિની વૈષ્ણવ
ભારતીય યુવાનોનું કન્ઝ્યુમર બિહેવિયર જર્મની કરતા કેટલું અલગ છે? ઉલરિચ હ
ભારતીય યુવાનોનું કન્ઝ્યુમર બિહેવિયર જર્મની કરતા કેટલું અલગ છે? ઉલરિચ હ
g clip-path="url(#clip0_868_265)">