Gujarati Video: લુણાવાડાની પ્રાથમિક શાળામાં દુષ્કર્મી આસારામની કરાઈ પૂજા, શિક્ષકો અને વિદ્યાર્થીઓએ પૂજા કરતા થયો વિવાદ

Mahisagar: લુણાવાડાની પ્રાથમિક શાળામાં દુષ્કર્મી આસારામની પૂજા કરાતા શાળા વિવાદમાં આવી છે. માતૃ-પિતૃવંદના કાર્યક્રમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓએ આસારામની પૂજા કરતા વિવાદ થયો છે. આ સમગ્ર મામલે શિક્ષણાધિકારીએ તપાસના આદેશ આપ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 17, 2023 | 11:42 PM

મહીસાગરના લુણાવાડાની જામાંપગીના મુવાડા પ્રાથમિક શાળામાં આસારામની પૂજા કરવા મુદ્દે તપાસના આદેશ અપાયા છે. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ TPOને તપાસના આદેશ આપ્યાં છે. સમગ્ર મામલે TPO તપાસ કરી રીપોર્ટ સોંપશે. જે બાદ કાર્યવાહી કરવામાં આવશે. મહત્વનું છે કે જામાંપગીના મુવાડા પ્રાથમિક શાળામાં 14 ફેબ્રુઆરીથી 17 ફેબ્રુઆરી સુધી માતૃપિતૃ પૂજન દિવસની ઉજવણી કરાઈ હતી. જેમાં દુષ્કર્મના આરોપી આસારામનું બેનર અને ફોટો મુકતા વિવાદ થયો હતો.

પ્રાથમિક શાળામાં બાળકોના વાલીઓને બોલાવી માતૃપિતૃ પૂજન કાર્યકમ યોજાયો હતો. જેના દ્રશ્યો લોકોને વિચલિત કરે તેમ હતા. આ કાર્યકમમાં દુષ્કર્મના આરોપી આસારામના ફોટાની પૂજા કરવામા આવી હતી. એટલું જ નહીં આસારામના પ્રવચન સંભળાવી ફોટાની પૂજા કરવામાં આવી હતી. મહત્વનું છે કે આસારામને કોર્ટે બળાત્કારના દોષી ઘોષિત કરી સજા પણ ફટકારી છે. ત્યારે આવા ગુનેગાર આસારામના ફોટાની આરતી ઉતારી શાળા બાળકોને કયા પ્રકારના સંસ્કાર આપવા માંગે છે તેવા અનેક સવાલો ઉભા થયા છે.

આ પણ વાંચો: Video : મહિસાગર પોલીસના લોક દરબારમાં 12 વ્યાજખોરો સામે અરજીઓ મળતા ગુનો નોંધાયો

સમગ્ર બનાવના વીડિયો-ફોટો સામે આવતા વિવાદ સર્જાયો છે. ત્યારે એક બળાત્કારીની આરતી ઉતારવી અને એ પણ સરકારી શાળામાં તે કેટલા અંશે યોગ્ય છે તેવા અનેક સવાલો ઉદભવી રહ્યા છે.

Follow Us:
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
g clip-path="url(#clip0_868_265)">