Video :  મહિસાગર પોલીસના લોક દરબારમાં 12 વ્યાજખોરો સામે અરજીઓ મળતા ગુનો નોંધાયો

Video : મહિસાગર પોલીસના લોક દરબારમાં 12 વ્યાજખોરો સામે અરજીઓ મળતા ગુનો નોંધાયો

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 15, 2023 | 6:50 PM

ગુજરાતમાં પોલીસે રાજ્યમાં વ્યાજ ખોરોના ત્રાસની મળેલી ફરિયાદના આધારે કાર્યવાહી શરૂ કરી છે, જેમાં ગૃહ વિભાગની સુચના બાદ દરેક જિલ્લામાં લોકોની ફરિયાદ લેવા માટે લોક દરબારનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં મહીસાગર જિલ્લા પોલીસના લોક દરબારમાં 12 વ્યાજખોરો સામે અરજીઓ મળતા ગુનો નોંધવામાં આવ્યો છે

ગુજરાતમાં પોલીસે રાજ્યમાં વ્યાજ ખોરોના ત્રાસની મળેલી ફરિયાદના આધારે કાર્યવાહી શરૂ કરી છે, જેમાં ગૃહ વિભાગની સુચના બાદ દરેક જિલ્લામાં લોકોની ફરિયાદ લેવા માટે લોક દરબારનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં મહીસાગર જિલ્લા પોલીસના લોક દરબારમાં 12 વ્યાજખોરો સામે અરજીઓ મળતા ગુનો નોંધવામાં આવ્યો છે. કડાણાના વ્યાજખોર કિરીટ પરમારે એક શિક્ષકને 80 હજાર રૂપિયા આપ્યા હતા. જેની સામે 2.15 લાખ રૂપિયાની રકમ પડાવી હતી.

આ ઉપરાંત વધુ રૂપિયાની માગણી કરતા પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. કિરીટ પુવારના ઘરેથી મળેલા દસ્તાવેજોની પણ તપાસ શરૂ કરાઈ છે. જેમાં કોઈ અન્ય લોકો પાસેથી વ્યાજ પડાવ્યું કે કેમ તે અંગે પણ તપાસ કરવામાં આવી છે.

વ્યાજખોરો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા માટે આદેશ આપવામાં આવ્યો

ઉલ્લેખનીય છે કે,  રાજ્યમાં જે રીતે વ્યાજખોરોનો આતંક દિવસે ને દિવસે વધી રહ્યો હતો અને નિર્દોષ વ્યક્તિઓને રીતે ત્રાસ આપવામાં આવી રહ્યો હતો તેને ધ્યાનમાં રાખીને ગૃહ મંત્રી દ્વારા વ્યાજખોરો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા માટે આદેશ આપવામાં આવ્યો છે.. અને તેને ધ્યાનમાં રાખીને શહેર પોલીસ દ્વારા એક સ્પેશિયલ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો : Ahmedabad: વ્યાજખોરોના ત્રાસથી ફરિયાદીએ આપઘાતનો કર્યો પ્રયાસ, કરોડો ચુકવવા છતાં કીડની લિવર કાઢી લેવાની મળતી હતી ધમકી

જેમાં લોક દરબાર પણ યોજવામાં આવી રહ્યા છે. અમદાવાદ શહેરની વાત કરીએ તો અમદાવાદ શહેરમાં એક જ અઠવાડિયામાં વ્યાજખોરો વિરુદ્ધમાં 24 જેટલા ગુના દાખલ કરવામાં આવ્યા છે.જેમાં 19 જેટલા વ્યાજખોરોની ધરપકડ પણ કરવામાં આવી છે.  જ્યારે ગઈકાલે એક જ દિવસમાં 12 જેટલા ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો : Surat: નવી સિવિલ હોસ્પિટલમાં બ્રેઇનડેડ મહિલાએ અંગદાન કરી બે લોકોને નવજીવન બક્ષ્યું

 

Published on: Jan 15, 2023 06:45 PM
g clip-path="url(#clip0_868_265)">