Video : મહીસાગર જિલ્લામાં ST ડેપો પાસે ડીઝલ ખૂટ્યું, મોટા ભાગની ટ્રીપ રદ કરાઇ, મુસાફરો અટવાયા
મહીસાગર જિલ્લામાં ST ડેપો પાસે ડીઝલ ખૂટ્યું છે..લુણાવાડા ST ડેપોમાં ડીઝલના અભાવે મોટાભાગના રૂટ રદ કરાયા છે.અહીં છેલ્લા 8 દિવસથી પેટ્રોલ પંપના નાણાં નથી ચૂકવાયા.જેથી પેટ્રોલ પંપ સંચાલકોએ એસ.ટી.ડેપોને ડીઝલ આપવાનો ઈનકાર કર્યો છે..ડીઝલ ન મળતા ST બસના પૈડા થંભી ગયા છે.
મહીસાગર જિલ્લામાં ST ડેપો પાસે ડીઝલ ખૂટ્યું છે. લુણાવાડા ST ડેપોમાં ડીઝલના અભાવે મોટા ભાગના રૂટ રદ કરાયા છે.અહીં છેલ્લા 8 દિવસથી પેટ્રોલ પંપના નાણાં નથી ચૂકવાયા. જેથી પેટ્રોલ પંપ સંચાલકોએ એસ.ટી.ડેપોને ડીઝલ આપવાનો ઈનકાર કર્યો છે..ડીઝલ ન મળતા ST બસના પૈડા થંભી ગયા છે. લુણાવાડા ડેપોએ ગામડાના મોટાભાગના રૂટ બંધ કર્યા છે જેથી મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અમદાવાદ-વડોદરા અને ગ્રામ્ય વિસ્તારના મોટાભાગના રૂટ રદ કરાયા છે.લુણાવાડા ડેપો પર મુસાફરોનો ધસારો વધ્યો છે
આ ઉપરાંત બીજી તરફ, રાજ્યમાં ગૃહ વિભાગે વ્યાજખોરો સામે તવાઈ બોલાવી છે. ગુજરાતમાં પાછલા 14 દિવસમાં 500 વ્યાજખોરો સામે ફરિયાદ નોંધાઈ. તો 643 વ્યાજખોરો વિરૂદ્ધ પોલીસે ગુનો દાખલ કર્યો છે. જે પૈકી 468 આરોપીઓની પોલીસ વિભાગે અત્યાર સુધીમાં ધરપકડ પણ કરી લીધી છે. અમદાવાદમાં વ્યાજખોરો સામેની 80 અરજી મળી અને 20 ગુના પણ નોંધાયા છે.રાજ્યમાં ઠેર-ઠેર યોજાયેલા પોલીસના લોક દરબારમાં કેટલાક પોલીસ કર્મચારીઓ અને અધિકારી વિરૂદ્ધ નનામી ફરિયાદો મળી છે.
કેટલાક પોલીસ કર્મચારીઓ વ્યાજખોરીનો ધંધો કરતા હોવાનું સામે આવ્યુ છે ત્યારે ગૃહ વિભાગે વ્યાજખોરીનો ધંધો કરતા પોલીસ અધિકારીઓની તપાસના આદેશ આપ્યા છે.આ સાથે જ ધિરાણના નિયમનો ભંગ કરતા જ્વેલર્સ સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચો : Gujarat Winter 2023: શીતલહેરનો સામનો કરવા સજજ થાઓ, બાળકો અને વૃદ્ધો તેમજ પશુધનની આ રીતે રાખો કાળજી