Gujarati Video : મેટ્રોમાં ક્રિકેટ રસીકોનો ધસારો, મોટેરા મેટ્રો સ્ટેશન પર ભારે ભીડ
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની T20 શ્રેણીની નિર્ણાયક મેચ આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઇ રહી છે. જેમાં લોકો મેટ્રોમાં મેચ જોવા જઇ રહ્યા છે. જેના પગલે મેટ્રો સ્ટેશન પર લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. ભારત અને ન્યુઝીલેન્ડ મેચને લઇને ક્રિકેટ રસિકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની T20 શ્રેણીની નિર્ણાયક મેચ આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઇ રહી છે. જેમાં લોકો મેટ્રોમાં મેચ જોવા જઇ રહ્યા છે. જેના પગલે મેટ્રો સ્ટેશન પર લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. ભારત અને ન્યુઝીલેન્ડ મેચને લઇને ક્રિકેટ રસિકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની T20 શ્રેણીની નિર્ણાયક મેચ
ઉલ્લેખનીય છે કે, ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની T20 શ્રેણીની નિર્ણાયક મેચ આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઇ રહી છે. ત્રણ મેચની આ શ્રેણીમાં બંને ટીમો 1-1થી બરાબર છે. આ સ્થિતિમાં આજે જે ટીમ મેચ જીતશે તે શ્રેણી પણ તેના નામે કરશે.. ભારતીય ટીમ છેલ્લા બે વર્ષથી એકપણ T20 સિરીઝ હારી નથી. ટીમ ઈન્ડિયાને છેલ્લે જુલાઈ 2021માં શ્રીલંકાની ધરતી પર T20 શ્રેણીમાં પરાજય મળ્યો હતો. શ્રીલંકાએ ઘરઆંગણે ત્રણ મેચની શ્રેણી 2-1થી જીતી લીધી હતી.
T20 ઈન્ટરનેશનલ મેચોમાં બેટ્સમેનોને ખુબ ફાયદો મળ્યો
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં અત્યાર સુધી રમાયેલી T20 ઈન્ટરનેશનલ મેચોમાં બેટ્સમેનોને ખુબ ફાયદો મળ્યો છે. અહીં રમાયેલી 6 મેચની 12 ઇનિંગ્સમાં 10 વાર 150થી વધુ રન બન્યા છે.આમાં 5 વખત ટીમોએ 180થી વધુનો સ્કોર પાર કર્યો છે. અહીં સૌથી વધુ સ્કોર 224 રનનો રહ્યો છે.
મોટેરાથી મેટ્રો ટ્રેન 12.30 વાગ્યા સુધી ચાલુ રાખવામાં આવી
ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે રમાનારી મેચનો પ્રારંભ સાંજે 7 વાગ્યાથી થશે. પ્રેક્ષકોને 4 વાગ્યાથી પ્રવેશ આપવાની શરૂઆત થઈ ગઈ છે.. અમદાવાદમાં બે વર્ષ બાદ રમાનારી મેચને લઈ ક્રિકેટ રસીકોમાં ઉત્સાહનો માહોલ છે. આ તરફ મેચને લઈને ટ્રાફિકજામ ન થાય સાથે જ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પણ જળવાઈ રહે તે માટે ટ્રાફિક પોલીસ અને પોલીસ વિભાગ તરફથી તમામ તૈયારીઓ પૂર્ણ કરી છે.
આજે મેચ હોવાથી મોટેરાથી મેટ્રો ટ્રેન 12.30 વાગ્યા સુધી ચાલુ રાખવામાં આવી છે.. તેમજ રાત્રે 12.30 વાગ્યા સુધી દર 15 મિનિટે સાબરમતી અને મોટેરાથી મેટ્રો મળશે
આ પણ વાંચો : ગુજરાત સરકારનો મોટો નિર્ણય, નાગરિક પુરવઠા નિગમના ગોડાઉન પર CCTV કેમેરા નેટવર્ક ઉભું કરાશે