Gujarati Video : કેન્દ્રીય બજેટને જામનગરના બ્રાસ ઉદ્યોગકારોએ વધાવ્યું
કેન્દ્રીય નાણાપ્રધાનના બજેટને જામનગરના બ્રાસ ઉદ્યોગકારોએ વધાવી લીધુ છે.બ્રાસ ઉદ્યોગકારો બજેટને પ્રોત્સાહન આપનારું ગણાવી રહ્યા છે.આ સાથે ઉદ્યોગકારોએ બજેટને નોકરિયાત અને મધ્યમવર્ગને ફાયદો આપનારું પણ ગણાવ્યું છે.બજેટને લઇને બ્રાસ ઉદ્યોગકારોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે
કેન્દ્રીય નાણાપ્રધાનના બજેટને જામનગરના બ્રાસ ઉદ્યોગકારોએ વધાવી લીધુ છે.બ્રાસ ઉદ્યોગકારો બજેટને પ્રોત્સાહન આપનારું ગણાવી રહ્યા છે.આ સાથે ઉદ્યોગકારોએ બજેટને નોકરિયાત અને મધ્યમવર્ગને ફાયદો આપનારું પણ ગણાવ્યું છે.બજેટને લઇને બ્રાસ ઉદ્યોગકારોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.
કેન્દ્ર સરકારના બજેટને ગુજરાતના CM ભૂપેન્દ્ર પટેલે આવકારતા કહ્યું કે તમામ વર્ગ માટે ફાયદાકારક છે. દેશના ખેડૂત, ગરીબ, વંચિત, પીડિતોને ધ્યાનમાં રાખી તૈયાર કરાયેલું અમૃત બજેટ છે. CM ભૂપેન્દ્ર પટેલે ગિફ્ટ સિટીમાં વેપાર વૃદ્ધિ માટેની નવતર પહેલ અને ડાયમંડ ઉત્પાદનને પ્રોત્સાહન આપવાના પ્રયાસના વખાણ કર્યા.મધ્યમવર્ગીય પરિવારોને ઈન્ક્મ ટેક્સમાં રાહતથી મોટો લાભ મળ્યો હોવાનું જણાવ્યું.
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે સંસદમાં બજેટ રજૂ કર્યું છે. જેમાં તેમણે કહ્યું કે બજેટમાં વંચિતોને પ્રાથમિકતા આપવામાં આવી છે. મહિલાઓ માટે ખાસ બજેટ પણ છે. આ બજેટ ભારતના વિકાસને નવી ગતિ આપશે. તેમણે કહ્યું કે આ બજેટમાં MSMEનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે અને ચુકવણીની નવી વ્યવસ્થા પણ બનાવવામાં આવી છે.
આ બજેટ પ્રથમવાર અનેક પ્રોત્સાહક યોજનાઓ લઈને આવ્યુ છે
આ બજેટ પ્રથમવાર અનેક પ્રોત્સાહક યોજનાઓ લઈને આવ્યુ છે. આવા લોકો માટે ટ્રેનિંગ, ટેકનોલોજી, ક્રેડિટ અને માર્કેટ સપોર્ટની વ્યવસ્થા કરવામાં આવી છે. પીએમ વિશ્વકર્મા કૌશલ સમ્માન એટલે પીએમ વિકાસ યોજના કરોડો વિશ્વકર્માઓના જીવનમાં પરિવર્તન લાવશે. શહેરી મહિલાઓથી લઈ ગામડામાં રહેતી મહિલાઓ કારોબાર, રોજગાર કે વ્યસ્ત મહિલાઓ કે ગૃહિણીઓના જીવનને સરળ બનાવવા માટે છેલ્લા વર્ષોમાં સરકારે અનેક પગલાઓ લીધા છે.
આ પણ વાંચો : Gujarati Video : ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે કેન્દ્રીય બજેટને આવકાર્યું, કહ્યું તમામ વર્ગ માટે ફાયદા કારક