AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarati Video: અભિનેતા અમિત સાધ મોટરસાયકલ દ્વારા ભારત ભ્રમણ દરમિયાન પહોંચ્યા અમદાવાદ, ટુવ્હીલર ચાલકોને સલામતીના નિયમો પાળવાની આપી સલાહ

Gujarati Video: અભિનેતા અમિત સાધ મોટરસાયકલ દ્વારા ભારત ભ્રમણ દરમિયાન પહોંચ્યા અમદાવાદ, ટુવ્હીલર ચાલકોને સલામતીના નિયમો પાળવાની આપી સલાહ

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 26, 2023 | 11:52 PM
Share

Ahmedebad: ફિલ્મ કાઈપો છે અને સુલતાન ફેમ અભિનેતા સાધ તેમની મોટરસાયકલ પર ભારત ભ્રમણ યાત્રા દરમિયાન અમદાવાદ પહોંચ્યા. તેમણે ટુવ્હીલર ચાલકોને વાહન ચલાવતી સાવધાન રહેવાની અને સલામતીના નિયમોનું પાલન કરવાની સલાહ આપી.

Ahmedabad:  ફિલ્મ ‘કાઈ પો છે’, ‘સરકાર 3’ અને ‘સુલ્તાન’ ના અભિનેતા અમિત સાધે અમદાવાદના નાગરિકોને ટુ વ્હીલર ચલાવતી વખતે વધુ સાવધાન રહેવાની સલાહ આપી છે. તેમણે કહ્યું કે લોકોએ સલામતીના તમામ નિયમોનું પાલન કરવું જોઈએ અને દરેકની સુરક્ષા માટે હેલ્મેટ પહેરવું જોઈએ. હાલમાં અમિત સાધે સમગ્ર ભારતમાં એક મહિનાની મોટરસાઇકલ યાત્રા શરૂ કરી છે. જે મુંબઈથી શરૂ થઈને લેહ લદ્દાખના પહાડોમાં સમાપ્ત થશે.

આ દરમિયાન અભિનેતા, લગભગ 20 સ્થળો પર હોલ્ડ કરી લેહ લદ્દાખ સુધી 7250 કિલોમીટરથી પણ વધુની સફર પૂરી કરશે. સફર વિશે વાત કરતાં અમિતે ઉમેર્યું કે “આ પ્રવાસ માત્ર સવારી કરવા માટે નથી; તે ભારતના આત્માને શોધવાની છે. સાથેજ ભારતના લોકોને મળી, તેમની સાથે જોડાવાનો પ્રયત્ન છે. અમદાવાદમાં તેનો પ્રથમ સ્ટોપ હતો ત્યારે અભિનેતાએ રોડ સેફ્ટી માટે નાગરિકોને સલાહ આપી હતી.

આ પણ વાંચો : Ahmedabad: કણભામાં પોલીસ સ્ટેશન વિસ્તારમાં જ આવેલા ગોડાઉનમાંથી ઝડપાયો લાખોની કિંમતનો દારૂ, વાંચો શેની આડમાં ચાલતો હતો ધંધો

અમદાવાદ સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">