AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad: કણભામાં પોલીસ સ્ટેશન વિસ્તારમાં જ આવેલા ગોડાઉનમાંથી ઝડપાયો લાખોની કિંમતનો દારૂ, વાંચો શેની આડમાં ચાલતો હતો ધંધો

Ahmedabad: રોડ સેફ્ટી માટે મદદરૂપ કિટ, હેલમેટ અને બુટ જેવા ફાયર સેફ્ટીના સાધનોની આડમાં બેફામ ચાલતા દારૂના વેપલાનો પોલીસે પર્દાફાશ કર્યો છે. કણભા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ક્રિષ્ના ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટના ગોડાઉનમાં ફાયર સેફ્ટીના સાધનોની આડમાં મોટી માત્રામાં દારૂનો જથ્થો છુપાવવામાં આવ્યો હતો.

Ahmedabad: કણભામાં પોલીસ સ્ટેશન વિસ્તારમાં જ આવેલા ગોડાઉનમાંથી ઝડપાયો લાખોની કિંમતનો દારૂ, વાંચો શેની આડમાં ચાલતો હતો ધંધો
Harin Matravadia
| Edited By: | Updated on: Aug 26, 2023 | 12:01 AM
Share

Ahmedabad: ગુજરાતમાં દારૂબંધી હાલ માત્ર કાગળ પર જ રહી ગઈ છે. તેનુ કારણ છે કે ગુજરાતમાં રોજ લાખોની કિંમતનો દારૂ પકડાઈ રહ્યો છે, પીવાઈ રહ્યો છે અને વેચાઈ રહ્યો છે. કેટલાક સ્થળોએ તો ખુલ્લેઆમ પોલીસની રહેમનજર હેઠળ દારૂનો વેપલો ચાલી રહ્યો છે. દારૂ વેચનારા બુટલેગરો પણ નિતનવા કિમીયા અપનાવી દારૂની હેરાફેરી કરતા રહે છે.

દૂધ કે પાણીના ટેન્કરની આડમાં દારૂ છૂપાવવો અથવા તો કારમાં કે અન્ય કોઈ વાહનમાં ચોરખાનું બનાવવું જેવા રસ્તાઓ અપનાવી બુટલેગરો દારૂની હેરાફેરી કરતા હોય છે તો ગ્રામ્ય વિસ્તારોમાં આવેલા ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં ગોડાઉન ભાડે રાખી ત્યાં પણ દારૂ સંતાડતા હોવાના કિસ્સા સામે આવ્યા છે.

ફરી એકવાર કહેવાતી દારૂ બંધીના ઉડ્યા ધજાગરા

અમદાવાદમાં કણભા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી આ જ પ્રકારે રોડ સેફ્ટીના સાધનોના ગોડાઉનની આડમાંથી લાખોની કિંમતનો દારૂ ઝડપાયો છે.ગોડાઉનમાં પહેલી નજરમાં કોઈને પણ ખ્યાલ ન આવે તે રીતે સંતાડ્યો હતો દારૂ પણ પોલીસની નજરથી બચી ન શક્યા.  કણભામાં આવેલા ક્રિષ્ના ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના ગોડાઉનમાં ફાયર સેફટીના સાધનોની આડમાં મોટી માત્રામાં દારૂ છુપાવવામાં આવ્યો હતો. પોલીસે લાખો રૂપિયાનો દારૂ કબજે કર્યો.

પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગોડાઊનમાંથી ઝડપાયો લાખોનો દારૂ

આમ તો દારૂની હેરાફેરી માટે બુટલેગર અનેક કિમિયાઓ અપનાવે છે. અમદાવાદ જિલ્લાના કણભા પોલીસ મથક વિસ્તારમાં આવેલા ક્રિષ્ના ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ માં આવેલા વિભાગ-4 ના 66 નંબરના શેડના ગોડાઉનમાં દારૂનો મસમોટો જથ્થો સંતાડ્યો હોવાની પોલીસને માહિતી મળી હતી. જેના આધારે પોલીસે ગોડાઉનમાં દરોડા પાડ્યા હતા.

ગોડાઉનમાં તપાસ કરતા પહેલી દ્રષ્ટિએ તો ફાયર સેફટીના સાધનો હોવાનું સામે આવ્યું હતું પરંતુ પોલીસે ઊંડાણપૂર્વક તપાસ કરતા ફાયર સેફ્ટીના સાધનોની આડમાં દારૂનો જથ્થો પણ સંતાડવામાં આવ્યો હતો. પોલીસે ગોડાઉનમાંથી કુલ નાની મોટી વિદેશી દારૂની 7.37 લાખથી વધુની કિંમતની 6684 બોટલ કબજે કરી છે. આ ઉપરાંત સુપર કેરી વાહન તેમજ ફાયર સેફ્ટીના સાધનો મળી કુલ સાડા નવ લાખથી વધુનો મુદ્દા માલ કબજે કર્યો છે.

આ પણ વાંચો : Surat: પોલીસકર્મીની કારમાંથી ઝડપાયો દારૂ, SMCના પાર્કિંગમાં છૂપાવી દીધી, Video

ગોડાઊનની આડમાં ચાલતો હતો નશાનો વેપલો

હાલ તો પોલીસે મોટી માત્રામાં દારૂનો જથ્થો તો પકડી પાડ્યો છે પરંતુ ગોડાઉન કોણે ભાડે રાખ્યું છે આ ઉપરાંત દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો છે તેમજ દારૂનો જથ્થો લેવા આવનાર કોણ વ્યક્તિ હતું તેની તપાસ હાથ ધરી છે. મહત્વનું છે કે જે રીતે ગ્રામ્ય વિસ્તારોમાં આવેલા ઇન્ડસ્ટ્રીયલ અને ગોડાઉનમાં માલસામાનની હાડમાં દારૂના જથ્થા સંતાડવાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. જેને લઈને પોલીસ પણ હવે સતર્ક બની છે અને સમયાંતરે આ પ્રકારના ગોડાઉનની પોલીસ દ્વારા ચકાસણી પણ કરવામાં આવી રહી છે.

અમદાવાદ સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
પરિવારમાં આવશે ઉત્સાહ અને ખુશીઓ, અચાનક બિઝનેસ ટ્રિપથી થશે મોટો ફાયદો
પરિવારમાં આવશે ઉત્સાહ અને ખુશીઓ, અચાનક બિઝનેસ ટ્રિપથી થશે મોટો ફાયદો
અમદાવાદમાં ગરીબનગર ચાર રસ્તા પાસે ગંભીર અકસ્માત, યુવતીનું મોત
અમદાવાદમાં ગરીબનગર ચાર રસ્તા પાસે ગંભીર અકસ્માત, યુવતીનું મોત
અમદાવાદમાં ગેરકાયદે પાર્કિંગ પર AMCનો સકંજો
અમદાવાદમાં ગેરકાયદે પાર્કિંગ પર AMCનો સકંજો
સાબરકાંઠા: ખાતર વિતરણ માટેની મોબાઈલ એપ બની માથાનો દુખાવો
સાબરકાંઠા: ખાતર વિતરણ માટેની મોબાઈલ એપ બની માથાનો દુખાવો
બોટાદમાં મધુ નદીમાં કચરો ઠલવાતા સ્થાનિકોમાં ભારે રોષ, પૂરની ભીતિ
બોટાદમાં મધુ નદીમાં કચરો ઠલવાતા સ્થાનિકોમાં ભારે રોષ, પૂરની ભીતિ
દ્વારિકાના નાથના અનેરા ભક્તની આકરી ભક્તિ, દંડવત કરી દ્વારકા પહોંચશે
દ્વારિકાના નાથના અનેરા ભક્તની આકરી ભક્તિ, દંડવત કરી દ્વારકા પહોંચશે
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી કેમ્પસ સુધી પહોંચ્યો દીપડો
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી કેમ્પસ સુધી પહોંચ્યો દીપડો
અમદાવાદમાં રિક્ષા મુસાફરી મોંઘી થઈ: મિનિમમ અને પ્રતિ કિમી ભાડું વધ્યું
અમદાવાદમાં રિક્ષા મુસાફરી મોંઘી થઈ: મિનિમમ અને પ્રતિ કિમી ભાડું વધ્યું
ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી, 48 કલાકમાં મુંબઈમાં ચોમાસાની એન્ટ્રી
ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી, 48 કલાકમાં મુંબઈમાં ચોમાસાની એન્ટ્રી
ખેતરોમા વીજ પોલ નાખવાના વિવાદ વચ્ચે કોંગ્રેસ નેતાએ આપ્યો વૈકલ્પિક રૂટ
ખેતરોમા વીજ પોલ નાખવાના વિવાદ વચ્ચે કોંગ્રેસ નેતાએ આપ્યો વૈકલ્પિક રૂટ
g clip-path="url(#clip0_868_265)">