Gujarati Video: તાપીમાં પરિણિતાની હત્યા કેસમાં મોટો ખૂલાસો, સાસુએ ઓશિકાથી મોઢુ દબાવી પુત્રવધુની કરી હતી હત્યા

TV9 GUJARATI

|

Updated on: Mar 28, 2023 | 4:54 PM

Tapi: વ્યારામાં 23 વર્ષિય પરિણિતાના હત્યા કેસમાં મોટો ખૂલાસો થયો છે. સાસુએ પુત્રવધુનું ઓશિકાથી મોંઢુ દબાવી હત્યા કરી હોવાનું સામે આવ્યુ છે. આ હત્યામાં અન્ય બે આરોપીઓ પણ સામેલ હોવાની પોલીસને આશંકા છે.

Gujarati Video: તાપીમાં પરિણિતાની હત્યા કેસમાં મોટો ખૂલાસો, સાસુએ ઓશિકાથી મોઢુ દબાવી પુત્રવધુની કરી હતી હત્યા

Follow us on

તાપીના વ્યારામાં 23 વર્ષીય પરણિતાના હત્યા કેસમાં મોટો ખુલાસો થયો છે. આંતરજ્ઞાતિય લગ્નનો દ્વેષભાવ રાખી સાસુએ જ વહુની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. સાસુએ ઓશિકાથી મોઢું દબાવી વહુની હત્યા કરી હતી. વ્યારા પોલીસે મૃતક પરણિતાની સાસુની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. હત્યામાં અન્ય બે આરોપીઓ પણ સામેલ હોવાની પોલીસને આશંકા છે.

અંજલી કોળી નામની આ પરણિતાનો મૃતદેહ તેના ઘરેથી મળ્યો હતો. આ અંગે મૃતક મહિલાના પિતાએ સાસરિયાઓ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. શરૂઆતમાં તેના સાસરી પક્ષે દલીલ કરી હતી કે તાવની દવા પીતા તેનું મોત થયુ છે, જો કે પરંતુ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મોઢું દબાવી હત્યા થઈ હોવાનો ખુલાસો થયો હતો.

આ પણ વાંચો: તાપી : વાલોડમાં ‘સર્વ શિક્ષા અભિયાન’ અંતર્ગત સરકારે શરુ કરી ટેન્ટ શાળા, નાસ્તા પેટે બાળક દિઠ માત્ર 5 રૂપિયા ફાળવ્યા

આ તરફ સુરત જિલ્લાના બારડોલી તાલુકામાં આવેલા તાતીથૈયામાં થયેલા બાળકી સાથે દુષ્કર્મ અને હત્યા કેસમાં મહત્વનો ચૂકાદો આવ્યો છે. બારડોલી સેશન્સ કોર્ટે મુખ્ય આરોપી દયાચંદ ઉમરાવ પટેલને ફાંસીની સજા સંભળાવી છે તો અન્ય આરોપી કાલુરામ જાનકી પ્રસાદ પટેલને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે.

જોળવા ગામે બની હતી દુષ્કર્મની ઘટના

સમગ્ર ઘટનાની વાત કરીએ તો 20 ફેબ્રુઆરી 2022માં આ બનાવ બન્યો હતો. જોળવા ગામમાં આરોપીઓએ 11 વર્ષની બાળકી પર બળાત્કાર બાદ હત્યા કરી હતી અને તેને રૂમમાં પુરી ફરાર થઇ ગયા હતા. પરિવારે બાળકીને શોધી કાઢી અને તેને સારવાર માટે લઈ ગયા હતા. પરંતુ વાસનાનો શિકાર બનેલી માસૂમ બાળકીએ સારવાર મળે તે પહેલા જ તેણે દમ તોડી દીધો હતો.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Latest News Updates

Related Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati