Gujarat Video : ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 2500 શિક્ષકની અછત, 54 સરકારી પ્રાથમિક શાળામાં એક શાળા દીઠ એક જ શિક્ષક

TV9 GUJARATI

|

Updated on: Mar 16, 2023 | 2:02 PM

આમ આદમી પાર્ટી (AAP)ના ધારાસભ્ય હેમંત આહીરના પ્રશ્નના જવાબમાં શિક્ષણ મંત્રી કુબેર ડીંડોરે જણાવ્યું હતું કે જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 54 સરકારી પ્રાથમિક શાળાઓ ચાલી રહી છે.

ગુજરાતની સરકારી શાળાઓમાં શિક્ષકોની ભારે અછત હોવાનું સામે આવી રહ્યું છે. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં સરકારી શિક્ષકોની 2500 થી વધુ જગ્યાઓ ( સરકારી નોકરીઓ 2023 ) ખાલી છે. જેમાં બે જિલ્લાની 54 સરકારી પ્રાથમિક શાળાઓમાં શાળા દીઠ માત્ર એક જ શિક્ષકની નિમણૂક કરાયેલ છે. આ જિલ્લાઓમાં શિક્ષકોની 900 થી વધુ જગ્યાઓ ખાલી છે. પરંતુ વિધાનસભામાં માહિતી આપતાં રાજ્ય સરકારે જણાવ્યું હતું કે સરકારી શાળાઓમાં ભણતા વિદ્યાર્થીઓને યોગ્ય શિક્ષણ આપવા માટે પગલાં લેવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો : Gujarat Education Budget 2023-2024 : આનંદો હવે વધુ ભણશે ગુજરાત ! શિક્ષણ વિભાગ માટે 43,651 કરોડની જોગવાઈ, વાંચો નવી કોલેજોની જાહેરાત

આમ આદમી પાર્ટી (AAP)ના ધારાસભ્ય હેમંત આહીરના પ્રશ્નના જવાબમાં શિક્ષણ મંત્રી કુબેર ડીંડોરે જણાવ્યું હતું કે જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 54 સરકારી પ્રાથમિક શાળાઓ ચાલી રહી છે. શાળા દીઠ એક જ શિક્ષક છે. તેમણે જણાવ્યું કે આ 54 સરકારી શાળાઓમાંથી 46 દેવભૂમિ દ્વારકામાં અને આઠ જામનગરમાં છે. શિક્ષણ મંત્રીએ જણાવ્યું કે જામનગરમાં 330 અને દેવભૂમિ દ્વારકામાં 575 જગ્યાઓ ખાલી છે. આ જિલ્લાઓમાં બદલીઓ અને નિવૃત્તિઓના કારણે આ સ્થિતિ સર્જાઈ છે.

આ જિલ્લાઓમાં શિક્ષકોની અછત

રાજ્યના અમદાવાદ અને ગાંધીનગર જિલ્લાની સરકારી પ્રાથમિક શાળાઓમાં 2,082 શિક્ષકોની જગ્યાઓ ખાલી છે. રાજ્ય સરકારે બુધવારે વિધાનસભામાં આ માહિતી આપી હતી. મીડિયા અહેવાલો અનુસાર, સરકારે એક લેખિત જવાબમાં જણાવ્યું હતું કે અમદાવાદ જિલ્લામાં 1,708 પ્રાથમિક શિક્ષકોની અછત છે, જેમાંથી 1,085 અમદાવાદ શહેરમાં છે.

ધોરણ 1 થી 8 માં શિક્ષકોની અછત છે. તેવી જ રીતે, ડિસેમ્બર 2022 સુધીમાં ગાંધીનગર જિલ્લામાં 374 શિક્ષકોની ઘટ હતી, જેમાંથી 67 ગાંધીનગર શહેરમાં છે. સરકાર પાસે આ બે જિલ્લામાં 168 ભાષા શિક્ષકો, 222 વિજ્ઞાન અને ગણિત શિક્ષકો અને 172 સામાજિક અભ્યાસ શિક્ષકોની અછત છે.

આ શાળાઓમાં વીજળી નથી

કોંગ્રેસના ધારાસભ્ય અરુણ મોઢવાડિયા દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નના એક અલગ જવાબમાં, સરકારે જણાવ્યું હતું કે પોરબંદર જિલ્લામાં નવમાંથી સાત પ્રાથમિક શાળાઓમાં વીજળી નથી, જ્યારે જૂનાગઢ જિલ્લાની 54 શાળાઓમાં બાઉન્ડ્રી વોલ નથી.

 

Follow us on

Click on your DTH Provider to Add TV9 Gujarati