Gujarat Education Budget 2023-2024 : આનંદો હવે વધુ ભણશે ગુજરાત ! શિક્ષણ વિભાગ માટે 43,651 કરોડની જોગવાઈ, વાંચો નવી કોલેજોની જાહેરાત

Gujarat Education Budget 2023-2024 : આ વખતના બજેટમાં 24 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. ગત વર્ષ કરતાં આ વર્ષે 57,053 કરોડ રુપિયાનો વધારો બજેટમાં કરવામાં આવ્યો છે. જેમાં શિક્ષણ વિભાગને સૌથી વધુ બજેટ ફાળવવામાં આવ્યું છે તો બીજા નંબરે આરોગ્ય વિભાગને બજેટ ફાળવવામાં આવ્યું છે.

Gujarat Education Budget 2023-2024 : આનંદો હવે વધુ ભણશે ગુજરાત ! શિક્ષણ વિભાગ માટે 43,651 કરોડની જોગવાઈ, વાંચો નવી કોલેજોની જાહેરાત
Gujarat Education Budget 2023-2024
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 24, 2023 | 1:15 PM

Gujarat Education Budget 2023-2024 : ગુજરાત વિધાનસભામાં તારીખ 24 ફેબ્રુઆરીના રોજ રાજ્યના નાણામંત્રી કનુ દેસાઇએ શિક્ષણના સ્તરને ઉચ્ચ કક્ષાએ લઈ જવા માટે ગુજરાત બજેટ 2023-24માં રૂપિયા- 43,651 કરોડની જોગવાઈની જાહેરાત કરી છે. નાણા પ્રધાન કનુ દેસાઇએ ગુજરાત વિધાનસભામાં બજેટ રજૂ કરવાની શરુઆત સાથે તેમણે જણાવ્યુ કે, સમતોલ વિકાસના લક્ષ્યને પ્રાપ્ત કરવા સરકાર કટીબદ્ધ છે. ગુજરાતે દેશના ગ્રોથ એન્જીન તરીકેનું બીરુદ મેળવ્યું છે.

આ પણ વાંચો : Gujarat Budget 2023-24: ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ માટે કુલ રૂપિયા 8738 કરોડની જોગવાઇ, કિસાન સૂર્યોદય યોજના માટે 1570 કરોડ તથા નવા કૃષિ વિષયક વીજ જોડાણો આપવા માટે 1010  કરોડની જોગવાઇ

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

શાળાની સુવિધાઓ માટે આટલી જોગવાઈ કરવામાં આવી

ગુજરાત વિધાનસભામાં રજૂ કરેલા બજેટમાં કનુ દેસાઈએ શાળાઓની માળખાકીય સુવિધાઓ માટે 3109 કરોડની જોગવાઈની જાહેરાત કરી છે તેમજ રાજ્યની 400 જ્ઞાનસેતુ ડે સ્કૂલ માટે 64 કરોડની જોગવાઈની જાહેરાત કરવામાં આવી છે. સૈનિક શાળાઓ જેવી 10 રક્ષા શક્તિ સ્કૂલ શરૂ કરવા 5 કરોડની જોગવાઈ કરી છે. સરકારી શાળાઓની માળખાગત સુવિધાઓની જાળવણી માટે 109 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ધોરણ-01થી 08 માં RTEમાં અભ્યાસ કર્યો હોય અને ધોરણ-8 પછી પણ ખાનગી શાળામાં અભ્યાસ કરી શકે તેવા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ માટે 50 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

હોંશિયાર વિદ્યાર્થીઓને 8 નહીં 12માં ધોરણ સુધી મફત શિક્ષણ

RTE એક્ટ હેઠળ ધોરણ આઠ સુધીના બાળકોને વિનામૂલ્યે શિક્ષણ આપવામાં આવે છે પરંતુ હવેથી હોંશિયાર વિદ્યાર્થીઓને 8 નહીં 12માં ધોરણ સુધી મફત શિક્ષણ આપવામાં આવશે, ગુજરાત સરકારે બજેટમાં મોટી જાહેરાત કરી છે.

સહાયક શિક્ષકો ઉપલબ્ધ કરાવવા માટે 87 કરોડની જોગવાઈ

પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ અંતર્ગત મિશન સ્કૂલ ઓફ એકસીલેન્સ અંતર્ગત માળખાકીય અને અન્ય સુવિધાઓ માટે 3109 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને ધોરણ છ થી 12 સુધીનું શ્રેષ્ઠ ગુણવત્તા યુક્ત શિક્ષણ વિના મૂલ્ય મળે તે માટે 64 કરોડની જોગવાઈ કરાઇ છે તેમજ સરકારી શાળાઓની માળખાગત સુવિધાની જાળવણી માટે 109 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. પ્રાથમિક શાળાઓમાં સહાયક શિક્ષકો ઉપલબ્ધ કરાવવા માટે 87 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. RTE યોજના હેઠળ અભ્યાસ કરતાં પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને માધ્યમિક અભ્યાસ માટે 20 હજારનું વાઉચર અપાશે અને બજેટમાં શાળા વાઉચર માટે 50 કરોડ ફાળવવામાં આવ્યું છે.

દસ લાખ વિકસતી જાતિના વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવા માટે 562 કરોડની જોગવાઈ

અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિના દસમા ધોરણ સુધીના વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિ પેટે 376 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. SC, ST, લઘુમતી અને EWSના વિદ્યાર્થીઓ માટે 334 કરોડની જોગવાઈ છે. તો અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિના વિદ્યાર્થીઓને વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે લોન માટે 84 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિની 2 લાખ વિદ્યાર્થીઓને વિના મૂલ્ય સાઇકલ આપવા 75 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

આદિજાતિ વિકાસ વિભાગ માટે 3410 કરોડની જોગવાઈ

આદિજાતિ વિકાસ વિભાગ માટે 3410 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આદર્શ નિવાસી શાળાઓ, આશ્રમશાળાઓ અને એકલવ્ય મોડેલ શાળાઓ માટે 667 કરોડની જોગવાઈ કરાઇ છે. કુમાર-કન્યા અને ગ્રાન્ટ ઇન છાત્રાલયના વિદ્યાર્થીઓ માટે 245 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આદિજાતિના 1થી 8માં ધોરણમાં અભ્યાસ કરતાં 13 લાખ વિદ્યાર્થીઓને ગણવેશ માટે 117 કરોડની જોગવાઈ કરવામાં આવી છે તો રાજપીપળાની બિરસા મુંડાતી યુનિવર્સિટી માટે 10 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

RTE યોજના હેઠળ અભ્યાસ કરતા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને માધ્યમિક અભ્યાસ માટે 20 હજારનું વાઉચર અપાશે, બજેટમાં શાળા વાઉચર માટે 50 કરોડ ફાળવવામાં આવ્યુ છે. ઉચ્ચ શિક્ષણમાં શોધ યોજના હેઠળ શિષ્યવૃત્તિ આપવા 390 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ઉચ્ચ શિક્ષણમાં રિસર્ચ, કૌશલ્ય વિકાસ, ટ્રેનિંગ, ડિજિટલ લર્નિંગ માટે 401 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ સંસ્થાઓમાં બાંધકામ અને મરામત માટે 169 કરોડની જોગવાઈ, સ્ટાર્ટઅપ કરનારા વિદ્યાર્થીઓ માટે 70 કરોડની જોગવાઈ કરાઇ છે.

મેડિકલ કોલેજમાં શિક્ષણ અને આરોગ્ય સગવડો માટે રુપિયા 3,997 કરોડની જોગવાઈ

મેડિકલ કોલેજમાં શિક્ષણ અને આરોગ્ય સગવડો માટે 3997 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. સરકારી મેડિકલ કોલેજો અને સંલગ્ન શૈક્ષણિક હોસ્પિટલોમાં સુવિધા માટે 355 કરોડ રુપિયાની ફાળવણી કરવામાં આવી છે. અમદાવાદ, ભાવનગર, જામનગર અને રાજકોટ મેડિકલ કોલેજોમાં સુવિધા ઉભી કરવા 145 કરોડ ફાળવવામાં આવ્યા છે. PPP મોડલ પર નવી મેડિકલ કોલેજો સ્થાપવા અને ખાનગી હોસ્પિટલોને સાધન સહાય માટે 130 કરોડ રુપિયાની ફાળવણી કરવામાં આવી છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલ અને અન્ય મેડિકલ કોલેજોના આધુનિકરણ માટે 115 કરોડ, મેડિકલ કોલેજના વિદ્યાર્થી માટે યુવા સ્વાવલંબન યોજના હેઠળ 65 કરોડની ફાળવણી કરાઇ છે. અરવલ્લી, છોટાઉદેપુર, મહીસાગર અને ડાંગમાં નવી મેડિકલ કોલેજ બનશે. રાજ્યમાં પાંચ નવી નર્સિંગ કોલેજની સ્થાપના કરાશે.

આદિજાતિના શૈક્ષણિક ઉત્કર્ષ માટે બજેટમાં જોગવાઇ

આદર્શ નિવાસી શાળાઓ, આશ્રમશાળાઓ અને એકલવ્ય મોડેલ રેસીડેન્‍સીયલ સ્કૂલો મળી કુલ 838 જેટલી શાળાઓના અંદાજીત 1.5 લાખ વિદ્યાર્થીઓને સહાય માટે 667 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. કુમાર-કન્યાના સરકારી અને ગ્રાન્ટ ઈન એઈડ છાત્રાલયોના 70 હજાર જેટલા વિદ્યાર્થીઓને સહાય માટે 245 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. 3 લાખ જેટલાં વિદ્યાર્થીઓને પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિનો લાભ આપવા માટે 520 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. પ્રિ-મેટ્રિકના અંદાજે 14 લાખ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિનો લાભ આપવા માટે 167 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

ધોરણ-9માં અભ્યાસ કરતી 42 હજાર વિદ્યાર્થીનીઓને સાઇકલ આપવા 18 કરોડની જોગવાઈ

આદર્શ નિવાસી શાળા અને સરકારી છાત્રાલયના અદ્યતન સુવિધા વાળા બાંધકામ માટે 120 કરોડની જોગવાઇ, કન્યા સાક્ષરતા નિવાસી શાળા (GLRS)માં ભણતી અંદાજે 15 હજાર જેટલી વિદ્યાર્થીનીઓને રહેવા, જમવા અને શિક્ષણ માટે 40 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. વિદ્યાસાધના યોજના હેઠળ ધોરણ-9માં અભ્યાસ કરતી 42 હજાર વિદ્યાર્થીનીઓને સાઇકલ આપવા 18 કરોડની જોગવાઈ, અદ્યતન સુવિધાવાળા સમરસ છાત્રાલયોની યોજના અંતર્ગત 23 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

Latest News Updates

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">