Gujarat Video: સીએમ ભૂપેન્દ્ર પટેલે પીએમની વિદેશયાત્રાને ગણાવી સફળ, કહ્યુ PM મોદીને કારણે વૈશ્વિક ફલક પર ભારતનું કદ વધ્યુ
Gandhinagar: રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિદેશ યાત્રાને સફળ અને દેશનું ગૌરવ વધારનારી ગણાવી છે. સીએમએ કહ્યુ વિશ્વમાં પીએમ મોદીની લોકપ્રિયતા વધી છે.
Gandhinagar: એક તરફ નવી સંસદના ઉદ્દઘાટનનો ગૌરવપૂર્ણ પ્રસંગને લઈને રાજકીય ઘમાસાણ શરૂ થયુ છે. ત્યારે બીજી તરફ ગુજરાતના મુખ્યમંત્રીએ ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન મોદીની વિદેશ યાત્રાને સફળ અને ગૌરવ વધારનારી ગણાવી છે. તેમણે કહ્યુ વિશ્વમાં પીએમ મોદીની લોકપ્રિયતા વધી છે. તેમના નેતૃત્વમાં ભારત અનેક દેશોનો અવાજ બન્યો છે. અનેક દેશો ભારત સાથે આશાભરી નજરે જુએ છે. વિશ્વમાં વડાપ્રધાન મોદીના કારણે ભારત અને ભારતના સંસ્કારોનું પણ સન્માન થઈ રહ્યુ છે.
વૈશ્વિક ફલક પર ભારતનું કદ વધ્યુ તે પીએમ મોદીને આભારી છે- મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
તેમણે જણાવ્યુ કે વડાપ્રધાન મોદીની જાપાન, પાપુઆ ન્યુગિની અને ઓસ્ટ્રેલિયાની મુલાકાત સફળ રહી છે. વૈશ્વિક ફલક પર ભારતનું જે કદ વધ્યુ છે તે પીએમ મોદીને આભારી છે અને કોઈ દેશના વડા પીએમ મોદીને પગે લાગે તે ઐતિહાસિક, વિરલ ઘટના છે. આજના સમયમાં પહેલીવાર એવુ બન્યુ જ્યારે એક સાર્વભૌમ રાષ્ટ્રના વડા બીજા સાર્વભૌમ રાષ્ટ્રના વડાને પગે લાગ્યા હોય. આ ઘટના પીએમ મોદી, ભારત અને ભારતના સંસ્કારોનું સન્માન છે.
આ પણ વાંચો: Gujarati video : મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને શિક્ષણ પ્રધાન કુબેર ડિંડોરે વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા
ગાંધીનગર શહેર સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો