Gujarati video : મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને શિક્ષણ પ્રધાન કુબેર ડિંડોરે વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉમેદવારોને શુભેચ્છા પાઠવી છે, મુખ્યમંત્રીએ જણાવ્યુ કે, તમામ વિદ્યાર્થીઓને હૃદય પૂર્વક અભિનંદન અને ઉજવળ કારકિર્દી માટે શુભકામનાઓ પાઠવું છું.
ધોરણ 10નું પરિણામ જાહેર થતાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ (Chief Minister Bhupendra Patel) વિદ્યાર્થીઓને અભિનંદન આપ્યાં અને પોતાના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામના પાઠવી. તો શિક્ષણ પ્રધાન કુબેર ડિંડોરે (Education Minister Kuber Dindore) પણ પાસ થયેલા તમામ ઉમેદવારોને શુભેચ્છા પાઠવી. જ્યારે નાપાસ થનાર વિદ્યાર્થીઓને સાત્વના આપતા કહ્યું કે હિમ્મત હાર્યા વિના ફરી પરીક્ષાની તૈયારી કરે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉમેદવારોને શુભેચ્છા પાઠવી છે, મુખ્યમંત્રીએ જણાવ્યુ કે, તમામ વિદ્યાર્થીઓને હૃદય પૂર્વક અભિનંદન અને ઉજવળ કારકિર્દી માટે શુભકામનાઓ પાઠવું છું. બોર્ડની પરીક્ષા વિદ્યાર્થીના કારકિર્દી ઘડતરમાં મહત્વનો ભાગ ભજવે.
ધોરણ-10ની બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર થઇ ગયુ છે. સવારે 8 વાગ્યે પરિણામ જાહેર થયુ છે. ધોરણ 10નું પરિણામ 64.62 ટકા જાહેર થયુ છે. આ પરીક્ષા સમગ્ર રાજ્યમાં 958 કેન્દ્ર પર લેવામાં આવી હતી. જેમાં બનાસકાંઠા જિલ્લાના કુંભારિયા કેન્દ્રનું સૌથી વધુ 95.92 ટકા પરિણામ આવ્યુ છે. જ્યારે નર્મદા જિલ્લાના ઉતાવળી કેન્દ્રમાં સૌથી ઓછુ 11.94 ટકા પરિણામ આવ્યુ છે.