AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુજરાત યુનિવર્સિટીએ NAAC ટીમની મુલાકાત દરમિયાન પ્રોફેસરોને કામગીરી માટે પ્રોત્સાહન રાશી આપતા વિવાદ, NSUI એ કુલપતિના ઘરનો કર્યો ઘેરાવ

ગુજરાત યુનિવર્સિટીમાં NAAC ટીમની મુલાકાત દરમિયાન પ્રોફેસરોને આપવામાં આવેલી પ્રોત્સાહન રકમને લઈને NSUIએ ઉગ્ર વિરોધ કર્યો છે. NSUIનો આરોપ છે કે આ નાણાં વિદ્યાર્થીઓની ફીમાંથી આપવામાં આવ્યા છે. તેમણે કુલપતિના નિવાસસ્થાનનો ઘેરાવો કરીને રકમ પરત કરવાની માંગ કરી છે.

Narendra Rathod
| Edited By: | Updated on: May 01, 2025 | 10:01 PM
Share

ગુજરાત યુનિવર્સિટીના કુલપતિના નિવાસસ્થાને આજે NSUIના કાર્યકરો દ્વારા ઉગ્ર દેખાવ કરવામાં આવ્યો હતો. NSUIએ આક્ષેપ કર્યો છે કે યુનિવર્સિટી દ્વારા NAAC ટીમની મુલાકાત દરમિયાન કેટલાક પ્રોફેસરોને પ્રોત્સાહન રૂપે પૈસા આપ્યા હતા, જે રકમ 10,000 રૂપિયાથી લઈને 5 લાખ રૂપિયા સુધી આપ્યા હોવાનો આરોપ લગાવાયો છે. NSUIના કાર્યકરોનો દાવો છે કે આ નાણાં વિદ્યાર્થીઓ પાસેથી લેવામાં આવેલી ફીમાંથી આપવામાં આવ્યા છે, જેને તેઓ ‘બક્ષિસ’ તરીકે રજૂ કરી રહ્યા છે. આ રીતે વિદ્યાર્થીઓના હક્કના પૈસાનો દુરુપયોગ થયો છે અને તેનો હેતુ અસ્પષ્ટ છે. NSUIએ માંગણી કરી છે કે જે પ્રોફેસરોને આ રીતે રકમ આપવામાં આવી છે, તે નાણાં ફરીથી વિદ્યાર્થીઓને પરત કરવામાં આવે.

NSUIનું ઉગ્ર આંદોલન જોઈ ઘટનાસ્થળે પોલીસ તાત્કાલિક પહોંચી અને NSUIના કાર્યકરોની ટીંગાટોળી કરીને તેમની અટકાયત કરી હતી. પોલીસ દ્વારા પરિસ્થિતિને નિયંત્રણમાં લેવામાં આવી અને કુલપતિના નિવાસસ્થાનની બહાર સુરક્ષા વધારવામાં આવી હતી. યુનિવર્સિટી તરફથી હજુ સુધી આ મામલે કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી.

કુલપતિ સામે NSUIના આરોપ

  •  NAAC ટીમની મુલાકાત દરમિયાન કેટલાક પ્રોફેસરોને મોટી રકમ આપવામાં આવી
  • રકમ રૂ. 10,000 થી લઈને રૂ. 5,00,000 સુધી હોવાનો દાવો
  • NSUIનો દાવો કે નાણાં વિદ્યાર્થીઓ પાસે કરાયેલા ફી વધારામાંથી આપવામાં આવ્યા
  • વિદ્યાર્થીઓના હક્કનો દુરુપયોગ હોવાની ફરિયાદ
Follow Us
આ બેઠક પર તમામ પક્ષના ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા, જુઓ Video
આ બેઠક પર તમામ પક્ષના ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા, જુઓ Video
વડોદરા: ઇસ્કોન હાઇટ્સમાં ભીષણ આગ; 300 લોકોના જીવ તાળવે ચોંટ્યા
વડોદરા: ઇસ્કોન હાઇટ્સમાં ભીષણ આગ; 300 લોકોના જીવ તાળવે ચોંટ્યા
ચૂંટણી પંચ ભાજપનો ભગવો પહેરી કામ કરે છેઃ MLA શૈલેષ પરમાર
ચૂંટણી પંચ ભાજપનો ભગવો પહેરી કામ કરે છેઃ MLA શૈલેષ પરમાર
દાણીલીમડા વોર્ડમાં AP-AIMIM ના ત્રણ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા
દાણીલીમડા વોર્ડમાં AP-AIMIM ના ત્રણ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા
ચૂંટણી પહેલાં કોંગ્રેસ-ભાજપ કાર્યકરો વચ્ચે છુટ્ટાહાથની મારામારી
ચૂંટણી પહેલાં કોંગ્રેસ-ભાજપ કાર્યકરો વચ્ચે છુટ્ટાહાથની મારામારી
મોટા પાયે નકલી ઇંગ્લિશ દારૂ બનાવવાનું કૌભાંડ સામે આવ્યું, જુઓ વીડિયો
મોટા પાયે નકલી ઇંગ્લિશ દારૂ બનાવવાનું કૌભાંડ સામે આવ્યું, જુઓ વીડિયો
મનપા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો, 4 બેઠકો હાથમાંથી ગઈ
મનપા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો, 4 બેઠકો હાથમાંથી ગઈ
Breaking News : કોંગ્રેસ ઉમેદવાર ફોર્મ પરત લેવા પહોંચતા હોબાળો થયો
Breaking News : કોંગ્રેસ ઉમેદવાર ફોર્મ પરત લેવા પહોંચતા હોબાળો થયો
Breaking News : લલિત વસોયાએ ચૂંટણી પંચને ગણાવ્યું 'પાળતું શ્વાન'
Breaking News : લલિત વસોયાએ ચૂંટણી પંચને ગણાવ્યું 'પાળતું શ્વાન'
તમે મસ્તીના મૂડમાં રહેશો, નાણાકીય સ્થિતિ મજબૂત થશે
તમે મસ્તીના મૂડમાં રહેશો, નાણાકીય સ્થિતિ મજબૂત થશે
g clip-path="url(#clip0_868_265)">