કેમિકલ માફિયાઓએ હદ વટાવી, સુરતમાં છોડી રહ્યા છે ‘કેમિકલયુક્ત’ પાણી – જુઓ Video
સુરતના ઉધના વિસ્તારમાં કેમિકલ માફિયાઓ હદ વટાવી રહ્યા છે અને બેખૌફ બનીને કેમિકલયુક્ત પાણી છોડી રહ્યા છે. વાદળી કલરનું પાણી સમગ્ર વિસ્તારમાં ફરી વળતા હાલાકી સર્જાઇ છે.
સુરતના ઉધના વિસ્તારમાં કેમિકલ માફિયાઓ હદ વટાવી રહ્યા છે અને બેખૌફ બનીને કેમિકલયુક્ત પાણી છોડી રહ્યા છે. ઉધનામાં ડ્રેનેજ લાઈનમાંથી કેમિકલયુક્ત પાણી ફરી બહાર નીકળ્યું છે. વાદળી કલરનું પાણી સમગ્ર વિસ્તારમાં ફરી વળતા હાલાકી સર્જાઇ છે અને વાહનચાલકો કેમિકલયુક્ત પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે.
આ ઘટનાને લઇને મનપા અને GPCB સામે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પહેલા લાલ કલર પછી ગુલાબી કલર અને હવે વાદળી કલરવાળું કેમિકલયુક્ત પાણી ફરી વળતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
સ્થાનિકોનો આક્ષેપ છે કે, એકવાર નહીં દસવાર રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ આવ્યું નથી. આટલું જ નહીં ધારાસભ્યને પણ અધિકારીઓ ઘણકારતા ન હોવાનો દાવો કરાયો છે. એવામાં કેમિકલ માફિયાઓ સામે હવે નક્કર કાર્યવાહીની માંગ ઉઠી છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video