Rain Update : ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 117 તાલુકામાં વરસાદ ખાબક્યો, સૌથી વધુ ઉમરગામમાં વરસાદ વરસ્યો, જુઓ Video
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 117 તાલુકામાં વરસ્યો વરસાદ છે. ક્યાંક ધોધમાર તો ક્યાંક હળવોથી મધ્યમ વરસાદ જોવા મળ્યો. સૌથી વધુ વલસાડના ઉમરગામમાં 3 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 117 તાલુકામાં વરસ્યો વરસાદ છે. ક્યાંક ધોધમાર તો ક્યાંક હળવોથી મધ્યમ વરસાદ જોવા મળ્યો. સૌથી વધુ વલસાડના ઉમરગામમાં 3 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. સુરતના કામરેજમાં પણ 3 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે.
સુરત, બોરસદ અને વાપીમાં 3 ઈંચ વરસાદ વરસ્યો છે. રાજ્યના પાંચ તાલુકામાં બે ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. જ્યારે અન્ય 18 તાલુકામાં ગાજવીજ સાથે 1 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે.
ગુજરાતના કેટલાક જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં ભારે વરસાદ પડી શકે છે. આજે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ ખાબકી શકે છે. ત્યારે નર્મદા, ભરૂચ, સુરત, નવસારીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલીમાં અતિ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ભાવનગર, ગીર સોમનાથમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
Latest Videos
Latest News