Gandhinagar : ગેમ ઝોન અગ્નિકાંડ બાદ સરકારે મહત્વનો નિર્ણય, ગેમીંગ ઝોનમાં આ નિયમોનો કરવો પડશે અમલ, જુઓ Video

રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ બાદ સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. ગેમીંગ એક્ટિવિટી માટે સરકાર નવા નિયમો જાહેર કર્યા છે. ગેમીંગ એક્ટિવિટી એરિયા અને કોમર્શિયલ બાંધકામમાં ગેમીંગ એક્ટિવિટી એરિયા માટે અલગ જોગવાઈ બનાવવામાં આવી છે.

Kinjal Mishra
| Edited By: | Updated on: Sep 06, 2024 | 11:13 AM

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આનંદપ્રમોદ અને ઉજાણી માટેના સ્થળ તરીકે ગેમીંગ એક્ટિવિટીના વધી રહેલા ચલણના સંદર્ભમાં એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. રાજ્યના વિવિધ શહેરોમાં સ્વતંત્ર ગેમીંગ એક્ટિવિટી એરિયા અને શોપીંગ મોલ તેમજ શોપીંગ કોમ્પ્લેક્ષ જેવા કોમર્શિયલ બાંધકામોમાં પણ ગેમીંગ એક્ટિવિટી એરિયા વિકસિત થઈ રહ્યાં છે.

મુખ્યમંત્રીએ આવા ગેમીંગ એક્ટિવિટી એરિયામાં એકત્રિત થતી વધુ પડતી ભીડના સંદર્ભમાં જાહેર સલામતી, જાહેર સુરક્ષા અને જાહેર હિત ધ્યાનમાં લઈને ગેમીંગ એક્ટિવિટી એરિયા માટેના પ્લાનીંગ રેગ્યુલેશનની મહત્વની જોગવાઈઓ CGDCRમાં કરવાના જનહિતલક્ષી નિર્ણય કર્યા છે.

ગેમીંગ એક્ટિવિટી માટે સરકાર નવા નિયમો કર્યા જાહેર

ગેમીંગ એક્ટિવિટી એરિયા અને કોમર્શિયલ બાંધકામમાં થતા ગેમીંગ એક્ટિવિટી એરિયા માટે અલગ અલગ પ્લાનીંગ રેગ્યુલેશનની જોગવાઈઓ કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે CGDCRમાં આ અંગેની જે જોગવાઈઓ કરી છે.

તેમાં ગેમીંગ એક્ટિવિટી એરિયાના બાંધકામ માટે રસ્તાની પહોળાઈ, મિનિમમ એરિયા, બાંધકામની ઊંચાઈ, પાર્કિંગ, સલામતીના ઉપાયો તથા લેવાની થતી વિવિધ પ્રકારની NOCની વિસ્તૃત જોગવાઈઓનો સમાવેશ થાય છે. એટલું જ નહિ, સ્વતંત્ર ગેમીંગ એક્ટિવિટી માટેના પ્લોટમાં જાહેર સલામતીને ધ્યાને રાખીને અલગ અલગ એન્ટ્રી તથા એક્ઝિટ, ઇમરજન્સી એક્ઝિટ અને રેફ્યુજ એરીયાની જોગવાઇઓ ૫ણ કરવામાં આવી છે.

ગેમીંગ ઝોન એક્ટિવિટીના સ્થળે BU સર્ટિફિકેટ, ફાયર NOC તથા અન્ય તમામ લાયસન્સ, સર્ટિફિકેટ, NOC, પરમિટ વગેરે પ્રદર્શિત કરવાના રહેશે એવુ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે. આ નવા રેગ્યુલેશનમાં સુનિશ્ચિત કરવામાં આવ્યું છે કે, અગાઉ મેળવેલ વિકાસ ૫રવાનગી/ બી.યુ. ૫રવાનગીવાળા બાંઘકામોમાં ઉ૫યોગ શરૂ કરતાં ૫હેલાં નવા રેગ્યુલેશન અનુસાર રિવાઇઝ્ડ ૫રવાનગી મેળવી લેવાની રહેશે.

૫રવાનગી વિના વ૫રાશ ચાલુ કર્યો હોય તો તેના માટે દંડ લેવાની જોગવાઇ પણ CGDCRના નવા રેગ્યુલેશન્સમાં કરવાના દિશાનિર્દેશો મુખ્યમંત્રીએ આપ્યા છે. રાજકોટ ટી.આર.પી. ગેમ ઝોન અગ્નિ હોનારત ૫છી ગેમીંગ એક્ટિવિટી એરિયા અને કોમર્શિયલ બાંઘકામમાં થતા ગેમીંગ એક્ટિવિટી એરિયા માટે અલગ અલગ પ્લાનીંગ રેગ્યુલેશનની જોગવાઇ કરવી ખૂબ મહત્વની હોઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બાબતના નિયમો બનાવવાનો નિર્ણય જાહેર હિતમાં કર્યો છે.

Follow Us:
ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવી પહોંચ્યા PM મોદી
ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવી પહોંચ્યા PM મોદી
આ ગામમાં દરેક વ્યક્તિ પાસે છે પોતાનું વિમાન, રસપ્રદ છે કહાની
આ ગામમાં દરેક વ્યક્તિ પાસે છે પોતાનું વિમાન, રસપ્રદ છે કહાની
PM મોદી આજથી બે દિવસની ગુજરાત પ્રવાસે, અનેક વિકાસકામોની આપશે સોગાત
PM મોદી આજથી બે દિવસની ગુજરાત પ્રવાસે, અનેક વિકાસકામોની આપશે સોગાત
રિવાબા જાડેજા સહિતના લોકોએ ગણપતિ દાદા માટે બનાવ્યા 15,500 લાડું
રિવાબા જાડેજા સહિતના લોકોએ ગણપતિ દાદા માટે બનાવ્યા 15,500 લાડું
ખનીજચોરીની ફરિયાદ નોંધાવનારના ઘર પર ખનીજ માફિયાઓએ કર્યું ફાયરિંગ
ખનીજચોરીની ફરિયાદ નોંધાવનારના ઘર પર ખનીજ માફિયાઓએ કર્યું ફાયરિંગ
મેઘાણીનગરમાં ગુંડા તત્વો પર પોલીસે કરી કાર્યવાહી
મેઘાણીનગરમાં ગુંડા તત્વો પર પોલીસે કરી કાર્યવાહી
"વિપક્ષના એક મોટા નેતાએ PM બનવા માટેની કરી હતી ઓફર "- નીતિન ગડકરી
આ 4 રાશિના જાતકોના આવકના નવા સ્ત્રોતો વધવાના સંકેત
આ 4 રાશિના જાતકોના આવકના નવા સ્ત્રોતો વધવાના સંકેત
મધ્યપ્રદેશથી ગુજરાત લાવવામાં આવતા ડ્રગ્સનો પર્દાફાશ, 4 લોકોની ધરપકડ
મધ્યપ્રદેશથી ગુજરાત લાવવામાં આવતા ડ્રગ્સનો પર્દાફાશ, 4 લોકોની ધરપકડ
ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છૂટા છવાયા વરસાદની આગાહી
ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છૂટા છવાયા વરસાદની આગાહી
g clip-path="url(#clip0_868_265)">