વલસાડની શાળામાં નથુરામ ગોડસે વિષય પર યોજાયેલી સ્પર્ધા મુદ્દે સરકારે તપાસના આદેશ આપ્યા

વલસાડની કુસુમ વિદ્યાલયના સંચાલકોએ તમામ આરોપો ફગાવ્યા છે. તેમજ કહ્યું છે કે વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન જિલ્લા વિકાસ યુવા અધિકારી દ્વારા કરાયું હતું.‘મારો આદર્શ નથુરામ ગોડસે' વિષય આધારિત વક્તૃત્વ સ્પર્ધા વિવાદોમાં સપડાયા બાદ સ્કૂલ સંચાલકે જવાબદારીમાંથી છટકવાનો પ્રયાસ કર્યો

TV9 GUJARATI

| Edited By: Chandrakant Kanoja

Feb 16, 2022 | 2:25 PM

ગુજરાતમાં વલસાડની(Valsad) કુસુમ વિદ્યાલયમાં નથુરામ ગોડસે(Nathuram Godse)વિષય પર યોજાયેલી વક્તૃત્વ સ્પર્ધાને પગલે રાજ્ય સરકારે તપાસના(Investigation)આદેશ આપ્યા છે.જ્યારે ગોડસે વિવાદમાં ગુહ મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું છે કે આ સમગ્ર મામલે તપાસ કરવામાં આવશે. તેમજ જે પણ જવાબદાર હશે તેમની સામે કાર્યવાહી કરાશે અને ભવિષ્યના પણ કોઇ આવી પ્રવુતિ ના કરે તે માટે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે

આ દરમ્યાન વલસાડની કુસુમ વિદ્યાલયના સંચાલકોએ તમામ આરોપો ફગાવ્યા છે. તેમજ કહ્યું છે કે વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન જિલ્લા વિકાસ યુવા અધિકારી દ્વારા કરાયું હતું.‘મારો આદર્શ નથુરામ ગોડસે’ વિષય આધારિત વક્તૃત્વ સ્પર્ધા વિવાદોમાં સપડાયા બાદ સ્કૂલ સંચાલકે જવાબદારીમાંથી છટકવાનો પ્રયાસ કર્યો અને સમગ્ર ઘટનાથી અજાણ હોવાનું જણાવ્યું હતું.

વલસાડની એક ખાનગી શાળામાં વક્તૃત્વ સ્પર્ધાના વિષયના કારણે વિવાદ સર્જાયો છે.. ગાંધીના ગુજરાતમાં ‘મારો આદર્શ નથુરામ ગોડસે’ વિષય વક્તૃત્વ સ્પર્ધા યોજાતા ચારેકોરથી ટીકાનો વરસાદ થઈ રહ્યો છે..ઘટના વલસાડની કુસુમ વિદ્યાલયની છે.. જ્યાં બાળ પ્રતિભા શોધ અંતર્ગત ધોરણ 5થી 8ના વિદ્યાર્થીઓ માટે સ્પર્ધા યોજાઈ હતી.. સ્પર્ધામાં ગોડસેને ક્રાંતિકારી ગણાવનાર સ્પર્ધક બાળકીને વિજેતા જાહેર કરવામાં આવી હતી..

વક્તૃત્વ સ્પર્ધામાં આવો વિષય સ્થાનિક સરકારી કચેરી તરફથી નક્કી કરાયો હતો.. સરકારી અધિકારીઓ દ્વારા પ્રાથમિક શાળાના 7થી 12 વર્ષની વયના બાળકોના કુમળા માનસમાં ગોડસેને નાયકના રૂપમાં પ્રસ્થાપિત કરવાનો પ્રયાસ કરવાની આ ઘટનાને લઈ લોકોમાં રોષ વ્યાપ્યો છે.

આ પણ વાંચો : Surat : ત્રીજી લહેર શાંત પડતા કોલેજો અને યુનિવર્સીટી વિભાગોમાં ફરજિયાત ઓફલાઇન શિક્ષણનો આદેશ

આ પણ વાંચો :  Surat : મહાનગરપાલિકાનું પહેલું ઇ બજેટ, વિપક્ષી સભ્યોએ વિરોધ દર્શાવ્યો

Follow us on

Click on your DTH Provider to Add TV9 Gujarati