Surat : ત્રીજી લહેર શાંત પડતા કોલેજો અને યુનિવર્સીટી વિભાગોમાં ફરજિયાત ઓફલાઇન શિક્ષણનો આદેશ
ઓફલાઇન શિક્ષણકાર્ય સંદર્ભે યુનિવર્સિટીએ જાહેર કરેલા પરિપત્રમાં જણાવ્યુ હતુ કે, તમામ અભ્યાસક્રમોનું શિક્ષણકાર્ય કોવીડ 19 ની પ્રવર્તમાન ગાઇડલાઇન એસ.ઓ. પી.નું પાલન થાય તે રીતે ઓફલાઇન મોડથી જ કરવાનું રહેશે.
સુરત (Surat )ની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (Veer Narmad South Gujarat University) સંલગ્ન કોલેજો (Colleges)માં પરીક્ષાના દૌર વચ્ચે હવે ફરજિયાત ઓફલાઇન (offline education) મોડથી ભણાવવાનો આદેશ કરવામાં આવ્યો છે. કોરોનાની ત્રીજી લહેર શાંત પડવાની સાથે જ શિક્ષણકાર્ય સંદર્ભે યુનિવર્સિટીએ પરિપત્ર જાહેર કર્યો છે.
મંગળવારે ઓનલાઇન પરીક્ષા લેવાઇ
બીજીબાજુ મંગળવારે પણ કોલેજો અને વિભાગોમાં ઓનલાઇન પરીક્ષા લેવાની સાથે જ 57,462 વિદ્યાર્થીઓની હાજરી નોંધાઇ હતી. કોલેજો અને વિભાગોમાં ગત શુક્રવારથી બીએડ્, એમએ, બીસીએની ઓનલાઇન પરીક્ષાઓ શરૂ થઇ હતી. જ્યારે સોમવારથી આર્ટ્સ, કોમર્સ કોલેજોમાં પ્રથમ સત્રની પરીક્ષાઓ શરૂ થઇ હતી. જેમાં મંગળવારની પરીક્ષામાં કુલ 60,076 પૈકી 2614 વિદ્યાર્થી ગેરહાજર રહ્યા હતા અને 57,462 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.
ઓફલાઇન શિક્ષણ અંગે પરિપત્ર
પરીક્ષા બાદ જે તે વિષયના ગુણ મંગળવારે બપોરે વાગ્યે વેબસાઇટ પર જાહેર કરાયા હતા. બીજીબાજુએ ઓફલાઇન શિક્ષણકાર્ય સંદર્ભે યુનિવર્સિટીએ જાહેર કરેલા પરિપત્રમાં જણાવ્યુ હતુ કે, તમામ અભ્યાસક્રમોનું શિક્ષણકાર્ય કોવીડ 19 ની પ્રવર્તમાન ગાઇડલાઇન એસ.ઓ. પી.નું પાલન થાય તે રીતે ઓફલાઇન મોડથી જ કરવાનું રહેશે.
સુરતમાં યુનિવર્સિટીના પરિપત્ર મુજબ, યુનિવર્સિટીએ અપનાવેલી ઓનલાઇન સિસ્ટમમાં વિદ્યાર્થીઓએ પોતાના પાસવર્ડની મદદથી કોલેજ – ડિપાર્ટમેન્ટમાં જઇને મતદાન પત્ર ( વોટીંગ કાર્ડ ) ની વિગતો આપવાની રહેશે.
વોટીંગ કાર્ડને સ્કેન કરી વિવિધ ફોર્મમાં અપલોડ કરવાનું રહેશે . સ્નાતક કક્ષાએ દ્વિતીય વર્ષ અને તૃતિય વર્ષના તમામ વિદ્યાર્થી તેમજ અનુસ્નાતક કક્ષાએ તમામ વિદ્યાર્થીઓએ વોટર કાર્ડ ડિટેઇલ નાંખવી ફરજિયાત છે . નહિ તો વિદ્યાર્થીઓ પરીક્ષાનું આવેદનપત્ર ભરી શકશે નહીં. આમ, ઓફલાઇન શિક્ષણના નિર્ણય સાથે પરીક્ષા ફોર્મ ભરવા માટે વોટીંગ કાર્ડ ફરજિયાત કરાયું છે.
મહત્વનું છે સુરતની વીર નર્મદ યુનિવર્સિટી દ્વારા કોરોનાની ત્રીજી લહેરના પગલે કોલેજોમાં શિક્ષણ ઓનલાઇન કરી દેવામાં આવ્યુ હતુ. કોલેજોમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ આવતા હોવાથી કોરોના સંક્રમણ વધવાની સંભાવના હતી. જો કે હવે કોરોનાના કેસ ઓછા થતા ફરીથી શિક્ષણ ઓફલાઇન કરવાનો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે.
આ પણ વાંચો-
Ambaji: 51 શક્તિપીઠ દર્શન પરિક્રમાનો આઠમો પાટોત્સવ યોજાયો, અંબાજીના માર્ગો પર માતાજીની પાલખી યાત્રા નીકળી
આ પણ વાંચો-