AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat : મહાનગરપાલિકાનું પહેલું ઇ બજેટ, વિપક્ષી સભ્યોએ વિરોધ દર્શાવ્યો

સુરત મહાનગરપાલિકાની બજેટની પહેલી એવી સામાન્ય બની છે જેમાં પેપર લેસ અને ઈ બજેટ રજુ કરવામાં આવ્યું હતું.મહાનગરપાલિકા દ્વારા કોર્પોરેટરોને જે લેપટોપ આપવામાં આવ્યું છે તેનો પહેલી વખત એક સાથે બહોળો ઉપયોગ થતો જોવા મળ્યો હતો. સ્થા

Surat : મહાનગરપાલિકાનું પહેલું ઇ બજેટ, વિપક્ષી સભ્યોએ વિરોધ દર્શાવ્યો
Surat Corporation General Board
Parul Mahadik
| Edited By: | Updated on: Feb 16, 2022 | 11:17 AM
Share

સુરત(Surat) મહાનગરપાલિકાની બજેટ(Budget) પર ખાસ સામાન્ય સભા શરૂ થઈ છે. બે દિવસ સુધી બજેટ પર આ મેરેથોન ચર્ચા ચાલવાની છે. ભારતરત્ન લતા મંગેશકરને શ્રદ્ધાંજલિ આપી બે મિનિટનું મૌન પાળીને સભા શરૂ કરવામાં આવી હતી. જેમાં સ્થાયી સમિતિ(Standing Committee)  ચેરમેન પરેશ પટેલે બજેટના કામો પર ચર્ચાની શરૂઆત કરી હતી. શહેરના વિકાસ માટે કુલ 7287 કરોડના બજેટને આખરી મંજૂરી આપવામાં આવશે. બજેટમાં દરેક ઝોનમાં ઓડિટોરિયમ બનાવવાનું પ્રાવધાન, મેયર ફંડમાં પણ કરવામાં આવ્યો વધારો કરીને હવે 3 કરોડનું પ્રોવિઝન કરવામાં આવ્યું છે. શહેરીજનો અને ખાસ કરીને સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપી રહેલા યુવાઓને ધ્યાનમાં રાખીને સુરત શહેરમાં પહેલીવાર સિન્થેટિક રનીંગ–વોકિંગ ટ્રેક બનાવવા માટે પણ પાંચ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ફાયર અને અન્ય અકસ્માત જેવી ઘટનાઓ માટે મહાનગર પાલિકા દ્વારા ત્વરિત જાણ થાય તે માટે 25 લાખ રૂપિયાની જોગવાઈ થઈ છે. પ્રત્યેક ઝોનમાં સ્માર્ટ આંગણવાડી બનાવવાનું પણ આયોજન કરાયું છે.

પહેલીવાર ઇ બજેટ સેશન

સુરત મહાનગરપાલિકાની બજેટની પહેલી એવી સામાન્ય બની છે જેમાં પેપર લેસ અને ઈ બજેટ રજુ કરવામાં આવ્યું હતું.મહાનગરપાલિકા દ્વારા કોર્પોરેટરોને જે લેપટોપ આપવામાં આવ્યું છે તેનો પહેલી વખત એક સાથે બહોળો ઉપયોગ થતો જોવા મળ્યો હતો. સ્થાયી ચેરમેને જણાવ્યું હતું કે આ ઈ બજેટના કારણે પર્યાવરણની જાળવણી સાથે આર્થિક બચત થાય તેવો ઉદ્દેશ્ય રહેલો છે.

વિપક્ષી સભ્યો ટિફિન લઈને આવ્યા

બજેટની સભા લાંબી ચાલનાર હોય કોર્પોરેશન માં નાસ્તા પાણી, લંચની વ્યવસ્થા કરવામાં આવે છે. પણ આ બજેટમાં આપના સભ્યોએ તેનો પણ વિરોધ કરીને ઘરેથી ટિફિન લઈને આવવાનું નક્કી કર્યું હતું. સવારના નાસ્તાનો પણ વિપક્ષી સભ્યો દ્વારા બહિષ્કાર કરવામાં આવ્યો હતો. પક્ષપલટુ કોર્પોરેટરોનું ઝમીર મરી ચૂક્યું હોય બાકી બચેલા આપના તમામ 21 નગરસેવકો સફેદ કપડાં પહેરીને આવ્યા હતા. પક્ષપલટુ છ કોર્પોરેટરો પાટલી બદલીને ભાજપની બેઠક વ્યવસ્થામાં ગોઠવાયેલા જોવા મળ્યા હતા.

આ પણ વાંચો : Ahmedabad: નીતિન પટેલે કરાવી રોબોટિક કૅફેની શરુઆત, રોબોટિક મશીનની પાણીપુરીનો માણ્યો સ્વાદ

આ પણ વાંચો : Bhavnagar: જયપુરમાં અકસ્માતથી મૃત્યુ પામનાર પોલીસ કોન્સ્ટેબલના પાર્થિવ દેહ એરક્રાફ્ટથી વતન લવાયા, એરપોર્ટથી અંતિમયાત્રા કઢાઇ

g clip-path="url(#clip0_868_265)">