Gujarat Election: BTP વિવિધ પક્ષ સાથે ગઠબંધનને લઇને રહ્યુ ચર્ચામાં, હવે JDU સાથે પણ ગઠબંધનને લઇને ઊભા થયા સવાલ
આ પહેલા BTPનું આ વર્ષે જ મે 2022માં ભરૂચના (Bharuch) ચંડેરીયા ગામમાં આદીવાસી સંકલ્પ મહા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં (AAP) આમ આદમી પાર્ટી અને BTP એ ગઠબંધન થયુ હતુ. જો કે આ ગઠબંધન થોડા જ મહિનામાં તુટી ગયુ હતુ.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે તમામ રાજકીય પક્ષો હવે વધુમાં વધુ બેઠક મેળવવા સક્રિય બની ગયા છે. ગુજરાતમાં આદિવાસી પટ્ટીમાં વર્ચસ્વ ધરાવતી BTPએ પણ પોતાના ઉમેદવારોનું એક લિસ્ટ જાહેર કરી દીધુ છે. જો કે આ વચ્ચે આજે BTPના ગઠબંધનને લઈ પિતા-પુત્રમાં મતભેદ જોવા મળ્યો છે. છોટુ વસાવાનું કહેવું છે કે BTPનું જેડીયુ સાથે ગઠબંધન છે. જ્યારે તેમના પુત્ર મહેશ વસાવાનું કહેવું છે કે BTPનું જેડીયુ સાથે કોઈ ગઠબંધન નથી. જો કે ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા BTPનું ગઠબંધન અલગ અલગ પક્ષ સાથે થવાની ચર્ચા રહી છે. પહેલા આપ અને બાદમાં કોંગ્રેસ સાથે ગઠબંધનની ચર્ચા બાદ હવે JDU સાથે ગઠબંધનની ચર્ચાઓ પર પણ હજુ પ્રશ્નાર્થ થઇ રહ્યા છે.
JDU સાથે ગઠબંધન પર સવાલ
તાજેતરમાં જેડીયુ અને BTPના ગઠબંધનને લઈ પિતા-પુત્રમાં મતભેદ જોવા મળ્યો છે. છોટુ વસાવાનું કહેવું છે કે BTPનું જેડીયુ સાથે ગઠબંધન છે. જ્યારે તેમના પુત્ર મહેશ વસાવાનું કહેવું છે કે BTPનું જેડીયુ સાથે કોઈ ગઠબંધન નથી. ભારતીય ટ્રાઈબલ પાર્ટીના સુપ્રીમો છોટુ વસાવાએ જાહેરાત કરી હતી કે 2022ની વિધાનસભાની ચૂંટણી BTP નીતિશકુમારના જેડીયુ સાથે ગઠબંધન કરી ચૂંટણી લડશે. જેની સામે બીટીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ મહેશ વસાવાએ કહ્યું કે- બીટીપી સાથે જેડીયુનું ગઠબંધન કરવામાં નથી આવ્યું. જેણે પણ આવી વાત જણાવી હોય તે તેમનું વ્યક્તિગત મંતવ્ય હોઈ શકે છે. આ બાબતે બીટીપીના હોદ્દેદારો સાથે કોઈ પરામર્શ કરવામાં આવ્યો નથી.
AAP સાથે ગઠબંધન તુટ્યુ
આ પહેલા BTPનું આ વર્ષે જ મે 2022માં ભરૂચના (Bharuch) ચંડેરીયા ગામમાં આદીવાસી સંકલ્પ મહા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં (AAP)આમ આદમી પાર્ટી અને BTP એ ગઠબંધન થયુ હતુ. જો કે આ ગઠબંધનને હજુ તો થોડા જ મહિના માંડ થયા હતા. ત્યાં ચૂંટણી પહેલા જ તેમાં ભંગાણ પડ્યુ અને છોટુ વસાવાએ BTP અને AAPનું રાજકીય ગઠબંધન તોડવાની જાહેરાત કરી દીધી હતી. છોટુ વસાવાએ જણાવ્યું કે, AAPના ટોપી વાળા લોકો દેખાતા નથી અને AAPના નેતાઓ BTPનું માનતા નથી એટલે આ ગઠબંધન તોડવાની ફરજ પડી છે. આ સાથે તેમને AAP પર ગંભીર આરોપ કરતા જણાવ્યુ કે AAP અને ભાજપ એક જ છે અને તેઓ ભેગા મળીને આદિવાસીની સંપત્તિ લૂંટી રહ્યા છે.
AAP સાથે ગઠબંધન તોડ્યા બાદ હવે BTP કોંગ્રેસ (Congress Party) સાથે ગઠબંધન કરે તેવા એંધાણ વર્તાઈ રહ્યા હતા. કોંગ્રેસ ઝઘડિયા અને ડેડિયાપાડા ગુજરાત વિધાનસભા બેઠકને (Gujarat Assembly Seat) લઈ BTP સાથે ગઠબંધન કરશે તેવી ચર્ચા હતી. અગાઉ કોંગ્રેસના (Congress) મીડિયા ઈનચાર્જ પવન ખેરા અને છોટુ વસાવાની (Chhotu Vasava)મુલાકાત થઈ હતી. આ દરમિયાન બે બેઠક પર સંમતિ થઈ હોવાની માહિતી સામે આવી રહી હતી. જો કે આ મામલે અંતે કોઇ સત્તાવાર જાહેરાત થઇ ન હતી.
BTPએ ઉમેદવારની પ્રથમ યાદી જાહેર કરી
ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર થઇ ગઇ છે. ત્યારે હવે દરેક પક્ષ પોતાના ઉમેદવારોની પસંદગીમાં લાગી ગયા છે. તો કેટલાક રાજકીય પક્ષોએ તો ઉમેદવારોની કેટલીક યાદી પણ જાહેર કરી દીધી છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ કેટલાક ઉમેદાવારોની યાદી જાહેર કરી દીધી છે. ત્યારે બીટીપી દ્વારા પણ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી હતી, બીટીપીએ 12 ઉમેદવારની પ્રથમ યાદી જાહેર કરી છે.
વિધાનસભા ચૂંટણીને લઇને BTP એટલે તે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. વિધાનસભાની ચૂંટણી માટે BTPએ 12 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. નાંદોદ બેઠક પર BTPએ મહેશ વસાવાને ટિકિટ આપી છે. તો ઝઘડીયા અને ડેડીયાપાડા બેઠક પર ઉમેદવારોને જાહેર નથી કર્યા. ગુજરાતના કુલ મત પૈકી 14 ટકા મત આદિવાસી સમુદાયના છે. રાજ્યમાં આદિવાસીઓ માટે કુલ 27 બેઠકો અનામત છે, આ સિવાય 19 બેઠકો પર આદિવાસી મતદારો નિર્ણાયક ભૂમિકામાં હશે, એટલે કે આ 19 બેઠકો પર જીતવું હોય તો આદિવાસી મતદારોને રિઝવવા પડશે.