CM ભૂપેન્દ્ર પટેલ સહિત પ્રધાનમંડળ અયોધ્યા મુલાકાતે, રામ લલ્લાના કરશે દર્શન, જુઓ Video
અયોધ્યામાં રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ બાદ દરેક રાજ્યના મંત્રીમંડળ દર્શન માટે અયોધ્યા પહોંચી રહ્યા છે. ઘણાં રાજ્યના પ્રધાનોએ અયોધ્યામાં રામ લલ્લાના દર્શન પણ કરી લીધા છે.હવે ગુજરાતનું પ્રધાન મંડળ પણ અયોધ્યા પહોંચ્યુ છે.
અયોધ્યામાં રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ બાદ દરેક રાજ્યના મંત્રીમંડળ દર્શન માટે અયોધ્યા પહોંચી રહ્યા છે. ઘણા રાજ્યના પ્રધાનોએ અયોધ્યામાં રામ લલ્લાના દર્શન પણ કરી લીધા છે. હવે ગુજરાતનું પ્રધાન મંડળ પણ અયોધ્યા પહોંચ્યુ છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત ગુજરાતના પ્રધાનો રામલલ્લાના દર્શન કરવા પહોંચ્યા છે. વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી, મુખ્ય દંડક પણ ટીમમાં જોડાયા છે. સવારે 11 કલાકે આ પ્રધાન મંડળ અયોધ્યા પહોંચશે. આ પ્રધાનમંડળ સરયુ નદી પાસે આવેલી ટેન્ટ સિટીની પણ મુલાકાત લેશે. મોડી સાંજે દર્શન કરી તમામ પ્રધાનો પરત ફરશે.
રાજ્યના પ્રધાનો કરશે ભગવાન રામના દર્શન
ગુજરાત સાથે અયોધ્યાનો અલગ સંબંધ રહ્યો છે. કેટલાક કાર સેવકો ગુજરાતથી અયોધ્યા ગયેલા છે, ત્યારે હવે ગુજરાત સરકારનું મંત્રીમંડળ અયોધ્યા રામ લલ્લાના દર્શન માટે પહોંચ્યુ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત આખુ મંત્રીમંડળ ભગવાન રામના દર્શન માટે ફેબ્રુઆરીએ અયોધ્યા પહોંચ્યુ છે.