Video : મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક મળી, બજેટની યોજનાના અમલીકરણ પર થશે સમીક્ષા

Video : મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક મળી, બજેટની યોજનાના અમલીકરણ પર થશે સમીક્ષા

Kinjal Mishra
| Edited By: | Updated on: Feb 07, 2024 | 10:44 AM

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગરમાં આજે કેબિનેટની બેઠક યોજાઇ છે. આ બેઠકમાં કેબિનેટના મંત્રીઓ પણ ઉપસ્થિત છે. કેબિનેટની બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગામી ગુજરાત પ્રવાસ પર ચર્ચા થવાની છે.

ગાંધીનગરમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક મળી. જેમાં અલગ અલગ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી રહી છે. કેબિનેટ બેઠકમાં આજે બજેટની ફાળવણી બાદ યોજનાઓના ઝડપી અમલીકરણ પર સમીક્ષા કરવામાં આવશે. સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસ પર પણ ચર્ચા કરવામાં આવશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગરમાં આજે કેબિનેટની બેઠક યોજાઇ છે. આ બેઠકમાં કેબિનેટના મંત્રીઓ પણ ઉપસ્થિત છે. કેબિનેટની બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગામી ગુજરાત પ્રવાસ પર ચર્ચા થવાની છે. લોકસભા ચૂંટણી પહેલા એઇમ્સ હોસ્પિટલનું લોકાર્પણ કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત આવી શકે છે. આગામી 15થી 20 ફેબ્રુઆરી વચ્ચે લોકાર્પણ થાય તેવી શક્યતા છે. જેની તૈયારીઓને લઇને પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે.

આ પણ વાંચો- અરવલ્લીઃ મેઘરજમાં ઘર બહાર બેઠેલી મહિલા પર કપિરાજનો હુમલો, બંને પગે ઇજા પહોંચી, જુઓ

બજેટ સત્રમાં આગામી રજૂ થનાર બિલ સંદર્ભે પણ કેબિનેટની બેઠકમાં ચર્ચા કરવામાં આવશે.રાજ્ય સરકારના આગામી આયોજનો અને નીતિગત વિષયો પર ચર્ચા થશે.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Feb 07, 2024 10:44 AM
g clip-path="url(#clip0_868_265)">