અરવલ્લીઃ મેઘરજમાં ઘર બહાર બેઠેલી મહિલા પર કપિરાજનો હુમલો, બંને પગે ઇજા પહોંચી, જુઓ

અરવલ્લીઃ મેઘરજમાં ઘર બહાર બેઠેલી મહિલા પર કપિરાજનો હુમલો, બંને પગે ઇજા પહોંચી, જુઓ

| Updated on: Feb 07, 2024 | 9:45 AM

મેઘરજમાં કપીરાજે એક મહિલા પર હુમલો કર્યાની ઘટના સામે આવી છે. મેઘરજ શહેરમાં આવેલ જુમ્મા મસ્જિદ પાસેના વિસ્તારમાં કપીરાજે હુમલો કર્યો હતો. મહિલા ઘર બહાર બેઠી હતી એ દરમિયાન વાનરે હુમલો કરતા પગ પર બચકાં ભર્યા હતા. જેને લઈ મહિલાને સારવાર માટે ખસેડવમાં આવી હતી.

મેઘરજ શહેરમાં કપિરાજે હુમલો કર્યાની ઘટના સામે આવી છે. મેઘરજના ઘાંચીવાડા વિસ્તારમાં હુમલાની ઘટના બની હતી. જ્યાં જુમ્મા મસ્જિદ નજીકના વિસ્તારમાં એક મહિલા પોતાના ઘર બહાર બેઠી હતી, એ દરમિયાન જ કપિરાજે આવીને મહિલા પર હુમલો કર્યો હતો. હુમલામાં કપિરાજે મહિલાના પગ પર બચકા ભર્યા હતા.

આ પણ વાંચો: મહાનગરપાલિકાનો દરજ્જો મળનારા શહેરોમાં ઘણું બધું બદલાઈ જશે, કેવા થશે ફેરફાર? જાણો

હુમલાથી ઘાયલ થયેલ મહિલા નૂરજહાં બાકરોલીયાને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાં તબીબે 36 ટાંકા લઈને મહિલાને સારવાર કરી હતી. મહિલાના બંને પગે ઇજાઓ થઈ હોવાને લઈ બંને પગે ટાંકા લઈ સારવાર કરવામાં આવી હતી. આમ વાનરના હુમલાને લઈ મહિલા ઘાયલ થવાની ઘટના સામે આવી હતી.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">