Gujarat Election 2022 : Big Debate On Bus ગીર સોમનાથમાં ભાજપ -કોંગ્રેસે કર્યા જીતના દાવા

ટીવીનાઇન ની ઈલેક્શનવાળી બસ  ગીર -સોમનાથ પહોંચી છે. જેમાં ભાજપ અને કોંગ્રેસે એકબીજા પર તીખા હુમલાઓ પણ કર્યા. તેમજ લોક પ્રશ્રો અંગે પણ આ ડિબેટમાં ચર્ચા કરવામાં આવી હતી. આ મુદ્દે ચર્ચા કરવા માટે ભાજપના નેતા પિયુષભાઈ , કોંગ્રેસના નેતા હિરેનભાઈ  અને  રાજકીય વિશ્લેષક દિપક સિંધવણ  આ ડિબેટમાં જોડાયા હતા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 09, 2022 | 11:11 PM

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. તેવા સમયે ટીવીનાઇન દ્વારા ઇલેક્શનને લઇને વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ટીવીનાઇન દ્વારા વિધાનસભા વિસ્તારમાં ઇલેક્શન બસ ફેરવવામાં આવી રહી છે. તેમજ આ બસમાં રાજકીય પક્ષના અગ્રણી અને જન સામાન્ય સાથે વિકાસના મુદ્દે ચર્ચા કરવામાં આવી રહી છે. જેમાં લોકો દ્વારા તેમના પ્રશ્નોની પણ રજૂઆત કરવામાં આવી રહી છે. ટીવીનાઇન ની ઈલેક્શનવાળી બસ  ગીર -સોમનાથ પહોંચી છે. જેમાં ભાજપ અને કોંગ્રેસે એકબીજા પર તીખા હુમલાઓ પણ કર્યા. તેમજ લોક પ્રશ્રો અંગે પણ આ ડિબેટમાં ચર્ચા કરવામાં આવી હતી. આ મુદ્દે ચર્ચા કરવા માટે ભાજપના નેતા પિયુષભાઈ , કોંગ્રેસના નેતા હિરેનભાઈ  અને  રાજકીય વિશ્લેષક દિપક સિંધવણ  આ ડિબેટમાં જોડાયા હતા.

આ ડિબેટમાં ભાજપના નેતા પિયુષભાઈએ જણાવ્યું હતું કે, ભાજપનો ઇતિહાસ છે કોઇના દબાણમાં આવતી નથી. તેમજ ભાજપ કેડરબેસ પાર્ટી છે. જ્યારે દિલ્હીમાં પીએમ મોદી અને અમિત શાહની ટીમ છે જે નક્કી કરશે કયા ઉમેદવારોની ટિકિટ આપવામાં આવે. ભાજપનો દરેક કાર્યકર વિકાસના મંત્ર સાથે આગળ વધે છે. ભાજપના દ્વારા 182 ઉમેદવાર જે કમળ લઇને આવે તેને જિતાડવાની જવાબદારી કાર્યકરોની છે. તેમજ લોકો ભાજપમાં જોડાય છે તે રાષ્ટ્રને આગળ લઇ જવાની અને રાષ્ટ્રને મજબૂત કરવાના સંકલ્પ સાથે જોડાય છે.

જ્યારે કોંગ્રેસના નેતા હિરેનભાઈ  જણાવ્યું હતું કે ગુજરાતમાં વર્ષ 2017ની ચૂંટણી પૂર્વે કોંગ્રેસના 17 ધારાસભ્યો ભાજપમાં જોડાયા હતા. તેમજ ગત વર્ષે કોંગ્રેસ સત્તા મેળવવાથી થોડી જ દૂર રહી હતી. જ્યારે કોંગ્રેસ નેશનલ પાર્ટી છે. તેમજ લોકોને 27 વર્ષના ભાજપના કુશાસનથી મુક્ત કરાવવાના છે. તેમજ આ વખતે કોંગ્રેસ વર્ષ 2017નું પુનરાવર્તન કરશે. જ્યારે રાષ્ટ્રવાદના મુદ્દે અમારે કોઇના સર્ટિફિકેટની જરુંર નથી. કોંગ્રેસે દેશને મજબૂત બનાવ્યો છે.

રાજકીય વિશ્લેષક દિપક સિંધવણે જણાવ્યું હતું કે, ગીર સોમનાથ જિલ્લામાં કોંગ્રેસની સ્થિતિ સારી છે. તેમજ ઇલેકશન સમયે એક પક્ષમાંથી બીજા જવાની સ્થિતિ સામાન્ય છે. તેમજ લોકો હવે આ બધાથી પરિચિત છે. લોકો પણ હવે ઉમેદવારોને ઓળખી ચૂક્યા છે. જ્યારે આ જિલ્લાની બેઠકો પર ભાજપ- કોંગ્રેસ ઉમેદવાર નક્કી કરશે તેની પર જીતનો મદાર છે. જેમાં ગત વિધાનસભા ઇલેક્શનમાં ભાજપને જૂનાગઢથી કેશોદ -સુધી એક પણ બેઠક મળી ન હતી. તેમજ પક્ષોએ સારા ઉમેદવાર પસંદગી માટે જાતિવાદના રાજકારણમાંથી બહાર આવવું પડશે.

Follow Us:
સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ
સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ
અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો
અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો
ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી
ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ
મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર
બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ
બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ
બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ
બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ
તરસાલી રોડ પર વૃદ્ધ દંપતિને ઘરે લુંટ વીથ મર્ડરની ઘટના,આરોપી ફરાર
તરસાલી રોડ પર વૃદ્ધ દંપતિને ઘરે લુંટ વીથ મર્ડરની ઘટના,આરોપી ફરાર
g clip-path="url(#clip0_868_265)">