Surat : 10 હજારના પેકેજમાં GST ડેટાના વેચાણનો આરોપ, સુરતભરમાં જોવા મળ્યો ખળભળાટ, જુઓ Video
સુરતમાં GST ડેટાના વેચાણનો આરોપ થતાં જ ખળભળાટ જોવા મળ્યો છે. CA એસોસિએશને કેન્દ્રીય નાણાંપ્રધાનને પત્ર લખ્યો છે. 10 હજારના પેકેજમાં GST ડેટા વેચાઈ રહ્યા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.
સુરતમાં GST ડેટાના વેચાણનો આરોપ થતાં જ ખળભળાટ જોવા મળ્યો છે. CA એસોસિએશને કેન્દ્રીય નાણાંપ્રધાનને પત્ર લખ્યો છે. 10 હજારના પેકેજમાં GST ડેટા વેચાઈ રહ્યા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. 15 હજારમાં ડેટાનો ત્રણ મહિનાનો પેકેજ વેચાતો હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.
ડેટાનું વેચાણ કરનારી ડેટા સોલ્યુશન ગેંગનું અનેક રાજ્યમાં હબ છે. દિલ્લી, ગાઝિયાબાદ અને નોઈડામાં ગેંગનું હબ હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ગુડ્સ એન્ડ સર્વિસ વ્યવસ્થાની ગંભીર ખામીઓનો આરોપ લગાવવામાં આવ્યો છે. GSTR-1નો ડેટા 8થી 10 હજાર સુધીમાં વેચાઈ રહ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
આ ગેંગ જેણે ડેટા લેવા હોય તેને ત્રણ-ત્રણ મહિના કે છ- છ મહિનાના પેકેજ આપી રહ્યા છે. વેપારીઓના દરેક ડેટા અનુસાર 5 હજાર, 7 હજાર અને 20થી 25 હજારનો ભાવ ચાલી રહ્યો છે. સી.એ. એસો.એ દિલ્હી સ્થિત સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇન્ડાયરેક્ટ ટેક્સિસનું પણ ધ્યાન દોર્યું છે.