સુરેન્દ્રનગરના ચોટીલામાં લાકડાની તસ્કરીનો પર્દાફાશ થયો છે.પ્રાંત અધિકારીના ચેકિંગ દરમિયાન રાજકોટ-ચોટીલા હાઈવે પર લાકડા ભરેલી 15 ટ્રક ઝડપાઈ હતી..તપાસ કરતા સામે આવ્યું કે કોઈપણ જાતની મંજૂરી વગર લીલા લાકડાની કરાતી હતી હેરાફેરી..પોલીસે ટ્રેક માલિકો સામે ગુનો દાખલ કરી 2.40 કરોડનો મુદ્દામાલ કર્યો છે જપ્ત ચોટીલા પ્રાંત અધિકારીએ ચેકીંગ દરમિયાન રાજકોટ ચોટીલા હાઇવે પરથી 15 ટ્રક ભરીને લીલા લાકડા ઝડપી પાડયા કુલ મુદ્દામાલ રૂપીયા 2.40 કરોડ, ચોટીલા પ્રાત અધિકારી હરેશ મકવાણા રાતના નેશનલ હાઇવે પર ચેકીંગ કરી રહ્યા હતા તે દરમિયાન 15 ટ્રક ભરીને લીલા લાકડા સાથે પસાર થતા ઝડપી પાડયા, કોઇપણ જાતની પાસ પરમીટ વગર કે મંજુરી વગર લીલા લાકડા ભરી 15 ટ્રક પસાર થતા ઝડપી પાડયા હતા, 15 ટ્રકના માલીકો અને ડ્રાઇવર સામે વૃક્ષ છેદન ધારો 1951 અંતર્ગત કાર્યવાહી હાથ ધરી હતી, ગેરકાયદે લીલા વૃક્ષોનું છેદન કરી વહન કરતા 15 ટ્રકો જપ્ત કરી રૂપીયા 2.40 કરોડનો મુદ્દામાલ જપ્ત કરી આરોપીઓ પર કાર્યવાહી હાથ ધરી