Panchmahal: ગોધરા શહેરના નારી કેન્દ્ર પાસે બે જૂથ વચ્ચે થયો પથ્થરમારો, ગેરકાયદે રહેતા લોકો અસમાજિક પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા હોવાની આશંકા, જુઓ Video
પંચમહાલના ગોધરા શહેરના નારી કેન્દ્ર પાસે બે જૂથ વચ્ચે પથ્થરમારાની ઘટના સામે આવી છે. કુદરતી હાજતની બાબતે થયેલા ઝઘડામાં બે જૂથ વચ્ચે પથ્થરમારો થયો હોવાનું સામે આવ્યુ છે.
Panchmahal : પંચમહાલના ગોધરા શહેરના નારી કેન્દ્ર પાસે બે જૂથ વચ્ચે પથ્થરમારાની ઘટના સામે આવી છે. કુદરતી હાજતની બાબતે થયેલા ઝઘડામાં બે જૂથ વચ્ચે પથ્થરમારો થયો હોવાનું સામે આવ્યુ છે. ગોધરાના (Godhra) નારી સંરક્ષણ કેન્દ્ર અને બાળ સુરક્ષા ગૃહ (womens center) પાસે ઘટના બની હતી. ઘટનામાં સંડોવાયેલા શખ્સો નારી કેન્દ્ર પાસે ગેરકાયદે રહેતા હોવાનું સામે આવ્યું છે.
આ ઉપરાંત નારી કેન્દ્ર પાસે ગેરકાયદે રહેતા લોકો અસમાજિક પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા હોવાનું પણ સામે આવ્યુ છે. ઘટનાની જાણ થતા જ ગોધરા પોલીસ અને એલસીબીએ ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો હતો. પોલીસે કોમ્બિંગ કરી ઘટનામાં સંડોવાયેલા લોકોની અટકાયત કરીને કાર્યવાહી હાથ ધરી હતી.
