Panchmahal Rain Video : કાલોલ નગરપાલિકાની બિલ્ડિંગમાં ઘૂસ્યા પાણી, પાલિકામાં દસ્તાવેજો અને મશીનરીને નુકસાનની ભીતિ
કાલોલ નગર પાલિકાની બિલ્ડિંગમાં પાણી ઘૂસ્યા છે. પાલિકા સામેના રોડ પર કમર સુધીના પાણી ભરાયા છે. રોડ પર પાણી ફરી વળતા વાહન વ્યવહારને અસર થઇ છે.
Panchmahal : ગુજરાતમાં ચોમાસાના (Monsoon 2023) વરસાદે જમાવટ કરી છે. પંચમહાલ જિલ્લામાં પણ મેઘ કૃપા ઉતરી રહી છે. જો કે વરસાદને (Rain) કારણે નુકસાની થવાની ઘટનાઓ પણ સામે આવી છે. પંચમહાલના કાલોલમાં ધોધમાર વરસાદને કારણે ચોતરફ પાણી ફરી વળ્યા છે. કાલોલ નગર પાલિકાની બિલ્ડિંગમાં પાણી ઘૂસ્યા છે. પાલિકા સામેના રોડ પર કમર સુધીના પાણી ભરાયા છે. રોડ પર પાણી ફરી વળતા વાહન વ્યવહારને અસર થઇ છે. ત્યારે વરસાદી પાણીના પગલે પાલિકામાં દસ્તાવેજો અને મશીનરીને નુકસાનની ભીતિ સેવાઇ રહી છે.
Latest Videos