Panchmahal : ભારે વરસાદના કારણે પાવાગઢમાં પગથિયાં પર નદી વહેતી હોવાના દ્રશ્યો સામે આવ્યા, જુઓ દિલ ખુશ કરી દે તેવો Video

Panchmahal : ભારે વરસાદના કારણે પાવાગઢમાં પગથિયાં પર નદી વહેતી હોવાના દ્રશ્યો સામે આવ્યા, જુઓ દિલ ખુશ કરી દે તેવો Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 15, 2023 | 8:41 AM

પાવાગઢમાં વરસાદી માહોલ છવાયો હતો. મોડી સાંજે પડેલા વરસાદના કારણે પાવાગઢમાં માતાજીના મંદિર સુધી જવાના પગથિયા પર જાણે નદી વહેતી હોવાના નયનરમ્ય દ્રશ્યો સામે આવ્યા છે.

Panchmahal : રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદે (Rain) વિરામ લીધો હતો, પરંતુ શુક્રવારે મોડી સાંજે પાવાગઢમાં વરસાદી માહોલ છવાયો હતો. મોડી સાંજે પડેલા વરસાદના કારણે પાવાગઢમાં માતાજીના મંદિર સુધી જવાના પગથિયા પર જાણે નદી વહેતી હોવાના નયનરમ્ય દ્રશ્યો સામે આવ્યા છે.

આ પણ વાંચો હવામાન વિભાગની આગાહી વચ્ચે પંચમહાલ સહિતના વિસ્તારોમાં છવાયો વરસાદી માહોલ, જુઓ Video

ભારે વરસાદના કારણે રોપ વે સેવા બંધ કરવામાં આવી હતી. રોપ વે સેવા બંધ હોવાથી ભક્તો પગથિયાં મારફતે નીચે ઉતર્યા હતા. પગથિયા ઉપર વહેતા પાણીમાં મુશ્કેલી વચ્ચે પણ લોકોને નીચે ઉતરવાની મજા પડી હતી. વરસાદી માહોલ દરમિયાન પગથિયાં ઉપર નદી વહેતી હોય એવો નઝારો જોવા મળ્યો હતો.

(Input By : Nikunj Patel)

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Published on: Jul 15, 2023 08:40 AM
g clip-path="url(#clip0_868_265)">