Panchmahal : હાલોલ ગેરકાયદે પ્લાસ્ટિક બેગનું ઉત્પાદન કરતા 10થી વધુ યુનિટોમાં દરોડા, GPCB સીલ કરી કાર્યવાહી હાથ ધરી, જુઓ Video
પંચમહાલના હાલોલ GIDCમાં GPCBએ સપાટો બોલાવ્યો છે. ત્યારે પ્રતિબંધિત પ્લાસ્ટિક ઉત્પાદન કરનાર એકમો પર દરોડા પડ્યા છે. ગાંધીનગર અને પંચમહાલ GPCB ટીમની સંયુક્ત કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પંચમહાલના હાલોલ GIDCમાં GPCBએ સપાટો બોલાવ્યો છે. ત્યારે પ્રતિબંધિત પ્લાસ્ટિક ઉત્પાદન કરનાર એકમો પર દરોડા પડ્યા છે. ગાંધીનગર અને પંચમહાલ GPCB ટીમની સંયુક્ત કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગેરકાયદે પ્લાસ્ટિક બેગનું ઉત્પાદન કરતા 10થી વધુ યુનિટોમાં દરોડા પાડ્યા છે. દરોડામાં મોટા પ્રમાણમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો મળી આવ્યો છે. કેટલાક સંચાલકો યુનિટને ચાલુ હાલતમાં મૂકીને ભાગી છૂટ્યા છે. GPCBની ટીમે ઉત્પાદકો સામે સીલ મારી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે હાલોલ GIDCમાં GPCBએ દરોડા પાડ્યા છે. પ્રતિબંધિત પ્લાસ્ટિક ઉત્પાદન કરનાર એકમો પર ગાંધીનગર અને પંચમહાલ GPCB ટીમ દરોડા પાડ્યા હતા. કેટલાક સંચાલકો યુનિટને ચાલુ હાલતમાં મૂકીને ભાગી છૂટ્યા હતા. કંપની માલિકો પર GPCBની ટીમે ઉત્પાદકો સામે સીલ મારી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
