ગાંધીનગરનું GIFT City: મોદીનું સ્માર્ટ ફાઇનાન્શિયલ વિઝન હવે વૈશ્વિક નકશા પર ચમકતું કેન્દ્ર બન્યું
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દિર્ઘદ્રષ્ટિ વિઝનનું જીવંત પ્રતિબિંબ છે ગિફ્ટ સિટી. ગાંધીનગરમાં વિકસાવાયેલું આ ગિફ્ટ સિટી માત્ર સ્માર્ટ ફાઇનાન્શિયલ હબ જ નહીં, પરંતુ ભારતને વૈશ્વિક અર્થતંત્રમાં સશક્ત સ્થાન અપાવતો પ્રોજેક્ટ છે.
ગિફ્ટ સિટી દેશનું સૌથી પહેલું સ્માર્ટ ફાઇનાન્શિયલ અને બિઝનેસ હબ છે. અહીં પર્યાવરણને અનુકૂળ આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે સ્માર્ટ રોડ નેટવર્ક, અંડરગ્રાઉન્ડ યુટિલિટી, વર્લ્ડ-ક્લાસ અર્બન પ્લાનિંગ અને ટેક્નોલોજી આધારિત સુવિધાઓ ઉપલબ્ધ છે. વિશ્વના અગ્રણી નગરો જેવી સુવિધાઓ ભારતના હૃદયમાં મળે તે ગર્વની બાબત છે.
આજે ગિફ્ટ સિટીમાં વિશ્વની અગ્રણી બેંકો, ઈન્શ્યોરન્સ કંપનીઓ અને સ્ટોક એક્સચેન્જ કાર્યરત થઈ ગઈ છે. ખાસ કરીને India International Bullion Exchange (IIBX) એ ભારતને સોનાની ટ્રેડિંગમાં વૈશ્વિક નકશા પર સ્થાન અપાવ્યું છે. આજથી પહેલાં ભારત માત્ર સોનાનો આયાતકાર હતો, પરંતુ હવે આંતરરાષ્ટ્રીય સ્તરે ટ્રેડિંગ હબ તરીકે તેની ઓળખ ઉભી થઈ રહી છે.
ભારત સાથે સીધા જોડાવાની તક મળી
ગિફ્ટ સિટીના માધ્યમથી આંતરરાષ્ટ્રીય કંપનીઓને ભારત સાથે સીધા જોડાવાની તક મળી રહી છે. આ શહેર માત્ર વેપાર કે નાણાકીય સેવાઓ સુધી સીમિત નથી, પરંતુ ભારતની નવી આર્થિક શક્તિનું પ્રતિક બની ગયું છે. ન્યુયોર્ક, લંડન અને સિંગાપુર જેવા વૈશ્વિક ફાઇનાન્શિયલ સેન્ટર્સની યાદીમાં આજે ગિફ્ટ સિટિનું સ્થાન વિશેષ રીતે નોંધાય છે.
આ પ્રોજેક્ટનો સૌથી મોટો ફાયદો ભારતના યુવાનોને મળી રહ્યો છે. ફાઇનાન્સ, આઈટી, ફિનટેક અને ગ્લોબલ સર્વિસીસ જેવા ક્ષેત્રોમાં હજારો રોજગાર ઊભા થયા છે. યુવાનો માટે આંતરરાષ્ટ્રીય કંપનીઓ સાથે કામ કરવાની તક, ગ્લોબલ અનુભવ મેળવવાનો માર્ગ અને કરિયર વૃદ્ધિના નવા દ્વાર ખુલી રહ્યા છે.
પ્રોજેક્ટ વિશ્વસ્તરે ભારતનું કરી રહ્યો છે પ્રતિનિધિત્વ
પર્યાવરણને અનુકૂળ ગ્રીન ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સ્માર્ટ સિટી કન્સેપ્ટને કારણે ગિફ્ટ સિટી ભવિષ્યના શહેરોની શ્રેષ્ઠ ઝાંખી આપે છે. વડા પ્રધાન મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે આ પ્રોજેક્ટની પાયાની ઘડતર કરી હતી. આજે એ પ્રોજેક્ટ વિશ્વસ્તરે ભારતનું પ્રતિનિધિત્વ કરી રહ્યો છે.
ગિફ્ટ સિટી માત્ર એક નગર નથી, તે ભારતના વૈશ્વિક આર્થિક વિઝનનું જીવંત સ્વરૂપ છે. આવનારા વર્ષોમાં અહીં વધુ આંતરરાષ્ટ્રીય કંપનીઓ આવવાની શક્યતા છે, જે ભારતની આર્થિક શક્તિને અનેકગણી વધારી દેશે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો.
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો

