નવસારીમાં લાભ પાંચમે આદિવાસી સમુદાય દ્વારા યોજાઇ ઘૈરાયા નૃત્યની હરિફાઈ, જુઓ વીડિયો

નવસારીમાં લાભ પાંચમે આદિવાસી સમુદાય દ્વારા યોજાઇ ઘૈરાયા નૃત્યની હરિફાઈ, જુઓ વીડિયો

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 18, 2023 | 11:58 PM

દિવાળીની પર્વની બાદ લોકવાયકા મુજબ ગુજરાતીઓ લાભ પાંચમના શુભ મુહુર્તમાં પૂજા કરી પોતાના ધંધો રોજગારની શરૂઆત કરે છે.  ત્યારે દક્ષિણ ગુજરાતના આદિવાસી સમાજનું લોકનૃત્ય એવું ઘેરૈયા નૃત્ય જે ભુલાય રહયુ છે. ત્યારે આ સંસ્કૃતિ ને જીવંત રાખવા નવસારી જિલ્લાના બીલીમોરા સોમનાથ મહાદેવ મંદિરે દક્ષિણ ગુજરાતનુ પારંપારિક નૃત્ય એવા ધેરીયા નૃત્યનો વારસો ટકાવવા માટે 28 વર્ષોથી લાભ પાંચમના દિવસે ઘેરૈયા હરિફાઈ યોજવામા આવે છે.

ધેરીયા એ દક્ષિણ ગુજરાતના ઢોડિયા અને હળપતિ સમાજનુ લોકનૃત્ય ગણાય છે અને આ આદિવાસીઓનું પાંરપારિક સમુહ નૃત્ય છે.  પુરુષો સ્ત્રીનો વેશ ધારણ કરી નૃત્ય કરે છે અને નવરાત્રી, દિવાળી તેમજ શુભ પ્રસંગે ગામેગામ ફરીને માતાની આરાધના કરે છે અને સમાજની સુખશાંતિ માટે માતાની કૃપા મેળવે છે.

ધેરૈયાની ટુકડીના મુખ્ય માણસ નાયક્ને “કવિયો” કહેવામાં આવે છે. ગીત ગાય છે અને બીજા ધેરૈયાઓ તેને ઝીલે છે. ઘૈરેયાનો પંરપરાગત પોશાક સાડી, ડબલ ફાળનુ ધોતિયુ, ચોળી, ઝાંઝર, કેડે ચાંદીની સાંકળ વગેરે સ્ત્રીના કપડાં તથા માંથે ફેટો, એક હાથમાં દાંડીઓ, બીજા હાથમાં મોરપીછી, પગમાં મોજા અને જોડા વગેરેનો શણગાર કરી શીવ-શક્તિ સ્વરુપ ધારણ કરે છે.

ઘેરૈયા મંડળીઓ દૂર દૂર સુધી ઘેર લઈને જાય છે અને જેઓ નવરાત્રી દરમિયાન ઘેરૈયા નુત્યની રમઝટ બોલાવતા હોય છે. છેલ્લા કેટલાક સમયથી બદલાયેલી રહેણીકહેણી અને જીવન પધ્ધતિના કારણે ધેરીયા નૃત્ય ભુલાઈ રહ્યુ છે. આદિવાસી સમાજની પરંપરાને ટકાવી રાખવા માટે નવસારી જિલ્લાના બીલીમોરા સોમનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ તરફથી 28 વર્ષથી લાભ પાંચમના દિવસે સ્પર્ધા યોજવામા આવે છે.

જેમા સમગ્ર દક્ષિણ ગુજરાતના ધેરીયા ગૃપો ભાગ લે છે જોકે દર વર્ષે ઘેરૈયા ની મંડળીઓ માં ઘટાડો જોવા મળી રહ્યો છે જેમાં ચાલુ વર્ષે ૧૦ થી 12 વર્ષના બાળકો પણ આ ઘેર મંડળીમાં જોડાયા છે જે ઘેરૈયા નૃત્ય ને જીવંત રાખવા માટે આશાનું કિરણ બન્યા છે.

આ પણ વાંચો : ગુજરાતમાં જમીન કૌભાંડનું પાકિસ્તાન કનેક્શન, પાકિસ્તાની પાવર ઓફ એટર્ની ચકાસ્યા વિના નવસારીમાં થયા 7 દસ્તાવેજ

દક્ષિણ ગુજરાતના આદિવાસી સમાજના આ ઘેરૈયા નૃત્ય ને માણવા મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહયા હતા આમ દક્ષિણ ગુજરાતના આદિવાસી સમાજનું વિસરાતુ જતુ લોકનૃત્ય ઘૈરેયાને ટકાવી રાખવાના પ્રયાસ રૂપે આ હરીફાઈ નું આયોજન કરવામાં આવે છે.

 નવસારી સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">