સુરતના જહાંગીપુરામાં ગેંગરેપની ઘટના, BJP નેતા વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ – જુઓ Video
સુરત શહેરના જહાંગીપુરા વિસ્તારમાં ગેંગ રેપની ગંભીર ઘટના સામે આવી છે. ભાજપના યુવા મોર્ચાના પ્રમુખે મિત્ર સાથે મળીને યુવતી પર દુષ્કર્મ આચર્યું.
સુરત શહેરના જહાંગીપુરા વિસ્તારમાં ગેંગ રેપની ગંભીર ઘટના સામે આવી છે. પોલીસને આપવામાં આવેલી ફરિયાદ મુજબ, બે યુવાનો ગૌરવ અને આદિત્યે યુવતીને ડુમસ ફરવા લઈ જવાનું કહીને પોતાની સાથે લઈ ગયા હતા. ત્યાં કોલ્ડ ડ્રિંકમાં કેફી પદાર્થ મિક્સ કરી તેણીને બેહોશ કરી દુષ્કર્મ આચર્યું હતું.
મળતી માહિતી અનુસાર, યુવતીને માદક પદાર્થ પીવડાવીને હોટલમાં લઈ જવામાં આવી, જ્યાં આદિત્ય ઉપાધ્યાયે અને તેના મિત્ર ગૌરવે સાથે મળીને આ નીચ કર્મને અંજામ આપ્યું હતું.
આરોપી આદિત્ય ઉપાધ્યાય પૂર્વમાં ભાજપના યુવા મોર્ચાના વોર્ડ 7ના પ્રમુખ છે. હાલ પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે અને આદિત્ય ઉપાધ્યાય તેમજ તેના મિત્ર ગૌરવને પકડી પાડયા છે. મહિલાને ન્યાય મળે તે માટે પોલીસ આગળ કડક કાર્યવાહી કરશે. બીજું કે, આ ઘટનાની જાણ થતાં જ ભાજપે આદિત્ય ઉપાધ્યાયને પાર્ટીથી અને તેના પદેથી તાત્કાલિક ધોરણે હાંકી કાઢ્યો છે.