AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarat Assembly Election 2022: ચૂંટણી પહેલા કોંગ્રેસને વધુ એક ઝટકો, પૂર્વ નેતા કૈલાશ ગઢવી સમર્થકો સાથે AAPમાં જોડાયા

TV9 સાથેની વાતચીતમાં કૈલાશ ગઢવી (Kailash Gadhvi) કહ્યું કે ઉપરના નેતાઓને કોઈ ફરક પડતો નથી. નીચેના કાર્યકરોની મહેનત એળે જતાં સરકારો બનતી નથી.

Gujarat Assembly Election 2022: ચૂંટણી પહેલા કોંગ્રેસને વધુ એક ઝટકો, પૂર્વ નેતા કૈલાશ ગઢવી સમર્થકો સાથે AAPમાં જોડાયા
Kailash gadhvi Joins Aap (File Image)
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 24, 2022 | 12:20 PM
Share

ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Election) પહેલા કોંગ્રેસ (Congress)ને વધુ એક ઝટકો મળ્યો છે. કોંગ્રેસના વધુ એક નેતા આપ સાથે જોડાયા છે. કૈલાશ ગઢવી તેમના સમર્થકો સાથે AAPમાં જોડાયા છે. કૈલાસ ગઢવીએ ઈસુદાન ગઢવી અને ગુલાબસિંહની હાજરીમાં AAPનો ખેસ ધારણ કર્યો હતો. આ પહેલા કૈલાશ ગઢવીએ ટ્વીટ કરીને કોંગ્રેસ સંગઠન (organization)ની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા હતા અને કોંગ્રેસ છોડીને અન્ય પાર્ટીમાં જવાના સંકેત આપ્યા હતા.

કૈલાસ ગઢવી ઘણા સમયથી કોંગ્રેસની કાર્યશૈલીથી નારાજ હતા. TV9 સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે ઉપરના નેતાઓને કોઈ ફરક પડતો નથી. નીચેના કાર્યકરોની મહેનત એળે જતાં સરકારો બનતી નથી. ચૂંટણી જીતવાની આગ કાર્યકરોમાં છે પણ તે નેતાઓ સુધી પહોંચતી નથી. પાંચ-પાંચ વર્ષ મહેનત બાદ છેલ્લી ઘડીએ મહેનત પર પાણી ફરી વળે છે.

આપના ગુજરાતના ચૂંટણી ઈન્ચાર્જ ગુલાબસિંહ યાદવ અને ઈસુદાન ગઢવીએ હાર અને ટોપી પહેરાવી કૈલાશ ગઢવીને પક્ષમાં આવકાર્યા. કૈલાશ ગઢવીએ AAPમાં જોડાયા બાદ કહ્યું કે, છેવાડાના માનવીની ભલાઈ માટે પરિવર્તન કર્યું છે. જો કે પરિવર્તનનો નિર્ણય કરવો અત્યંત કઠીન હતો. કૈલાશ ગઢવીએ કહ્યું કે ગુજરાતમાં છેલ્લા અઢી દાયકા કરતા વધારે વર્ષથી અહંકારી સરકાર છે. જે શિક્ષણ, આરોગ્ય સહિતની સારી સુવિધા ઉભી કરવામાં નિષ્ફળ છે. આમ આદમી પાર્ટીના કાર્યકરો, આગેવાનો સાથે મળીને આગામી દિવસોમાં શ્રેષ્ઠ ગુજરાતનું સર્જન કરવાનો કૈલાશ ગઢવીએ વિશ્વાસ વ્યક્ત કર્યો.

ઉલ્લેખનીય છે કે ઓક્ટોબર 2021માં કોંગ્રેસ પ્રવકતા અને નેતા કૈલાશ ગઢવીએ પક્ષમાં ઈમાનદાર લોકોની અવગણના થતી હોવાના આક્ષેપ સાથે રાજીનામું ધર્યું હતું. તેમણે તે સમયે આક્ષેપ કર્યો હતો કે કોંગ્રેસમાં પક્ષવિરોધી પ્રવૃતિ કરનાર લોકોને ટિકિટ આપવામાં આવે છે. જ્યારે પક્ષને વફાદાર લોકોને ટિકિટ અપાતી નથી. કૈલાશ ગઢવી ઓલ ઈન્ડિયા પ્રોફેશનલ ગુજરાત કોંગ્રેસના પ્રમુખ પણ હતા. જોકે તે સમયે પશ્ચિમ બંગાળમાં ચૂંટણી આવી રહી હોવાથી કૈલાસ ગઢવીને સાઉથ કોલકત્તાના નિરીક્ષક બનાવવામાં આવતાં તેમણે રાજીનામું પાછું ખેચી લીધું હતું. જો કે અંતે તેમણે કોંગ્રેસને અલવિદા કહેવાનું મન બનાવી લીધુ અને આપનો સાથ આપવાનું નક્કી કર્યુ છે.

આ પણ વાંચો-Surat: VNSGUમાં પેપર લીક કેસમાં તપાસ કમિટીએ વધુ 8 વ્યક્તિના નિવેદન નોંધ્યા, આવતીકાલે રિપોર્ટ સુપ્રત કરાશે

આ પણ વાંચો-Jamnagar: વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપ-કોંગ્રેસ વચ્ચે પોસ્ટર યુદ્ધ શરુ, ભાજપે શરુ કરેલા પ્રચાર સામે કોંગ્રેસનો વિરોધનો પ્રહાર

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Follow Us
અમદાવાદ પાણી-પાણી! મેયર-કમિશનર ટ્રેક્ટર લઈને નિરીક્ષણ કરવા પહોંચ્યા
અમદાવાદ પાણી-પાણી! મેયર-કમિશનર ટ્રેક્ટર લઈને નિરીક્ષણ કરવા પહોંચ્યા
અમદાવાદનું શેલા વરસાદના પાણીમાં ગરકાવ! 20થી વધુ કાર પાણીમાં ડૂબી
અમદાવાદનું શેલા વરસાદના પાણીમાં ગરકાવ! 20થી વધુ કાર પાણીમાં ડૂબી
અમદાવાદ શહેરમાં બોટના સહારે લોકોની અવરજવર, ઈસનપુર-મણિનગરમાં જળબંબાકાર
અમદાવાદ શહેરમાં બોટના સહારે લોકોની અવરજવર, ઈસનપુર-મણિનગરમાં જળબંબાકાર
ગુજરાતમાં 27 જુલાઈ સુધી મેઘમહેરની આગાહી
ગુજરાતમાં 27 જુલાઈ સુધી મેઘમહેરની આગાહી
અમદાવાદમાં 24 કલાકમાં વિવિધ ઝોનમાં સરેરાશ 11 ઈંચ વરસાદ
અમદાવાદમાં 24 કલાકમાં વિવિધ ઝોનમાં સરેરાશ 11 ઈંચ વરસાદ
અમદાવાદના અનેક વિસ્તારોમાં ફરી ભરાયા પાણી
અમદાવાદના અનેક વિસ્તારોમાં ફરી ભરાયા પાણી
ભારે વરસાદને પગલે કર્ણાવતી ક્લબ નજીક સર્જાયો ભારે ટ્રાફિક જામ
ભારે વરસાદને પગલે કર્ણાવતી ક્લબ નજીક સર્જાયો ભારે ટ્રાફિક જામ
અમદાવાદનો ચાંદલોડિયા વિસ્તાર પાણીમાં ડૂબ્યો, ઘરે પહોંચવામા ભારે હાલાકી
અમદાવાદનો ચાંદલોડિયા વિસ્તાર પાણીમાં ડૂબ્યો, ઘરે પહોંચવામા ભારે હાલાકી
PM મોદીએ મુખ્યમંત્રી સાથે વાત કરી સ્થિતિનો તાગ મેળવ્યો
PM મોદીએ મુખ્યમંત્રી સાથે વાત કરી સ્થિતિનો તાગ મેળવ્યો
ગુજરાત માટે હજુ 48 કલાક અતિ ભારે, એકસાથે 4 વરસાદી સિસ્ટમ સક્રિય
ગુજરાત માટે હજુ 48 કલાક અતિ ભારે, એકસાથે 4 વરસાદી સિસ્ટમ સક્રિય
g clip-path="url(#clip0_868_265)">