અમિત શાહ 30 એપ્રિલે ગુજરાતના પ્રવાસે આવશે, ગાંધીનગર અને પંચમહાલના કાર્યક્રમોમાં હાજરી આપશે

અમિત શાહ ગાંધીનગરમાં કેન્દ્રીય વિશ્વ વિદ્યાલયના પદવીદાન સમરોહમાં હાજર રહેશે જ્યારે પંચમહાલમાં ડેરી અને PDC બેંકના કાર્યક્રમોમાં હાજરી આપશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 23, 2022 | 1:49 PM

ગુજરાત વિધાનસભાની ચૂટણી (Gujarat Assembly Election 2022) ઓ નજીક આવી રહી છે ત્યારે ભારતીય જનતા પાર્ટીએ પોતાની પુરેપૂરી તાકાત લગાવી દીધી હોય તેવું લાગી રહ્યું છે. ભાજપ (BJP) ના ટોચના નેતાના ગુજરાત (Gujarat) પ્રવાસ એટલી હદે વધી ગયા છે કે સપ્તાહના મોટા ભાગના દિવસોમાં કોઈ મોટા નેતા ગુજરાતમાં હોય જ છે. વડાપ્રધાન મોદીનો ત્રણ દિવસનો કાર્યક્રમ પૂરો થતાં જ ગુજરાત ભાજપના પ્રભારી ભૂપેન્દ્ર યાદવ ગુજરાતમાં આવ્યા હતા. તેનો ત્રણ દિવસનો કાર્યક્રમ પૂરો થતાં જ હવે જેપી નડ્ડા ગુજરાતમાં આવવાના હોવાની ચર્ચા છે જ્યારે આજે વધુ એક નેતા ગુજરાતમાં આવવાનો હોવાની વાત જણાવા મળી છે.

પ્રાપ્ત વિગતો પ્રમાણે 30 એપ્રિલના રોજ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે આવશે. તેઓ ગાંધીનગર અને પંચમહાલના કાર્યક્રમોમાં હાજરી આપશે. ગાંધીનગરમાં કેન્દ્રીય વિશ્વ વિદ્યાલયના પદવીદાન સમરોહમાં હાજર રહેશે જ્યારે પંચમહાલના તેમના પ્રવાસ દરમિયાન પંચમહાલ ડેરીના એક કાર્યક્રમમાં અને PDC બેંકના એક કાર્યક્રમમાં હાજરી આપશે.

ગુજરાતના રાજકારણમાં અત્યારે ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે અને હાર્દિક પટેલનો પણ ભાજપ તરફી ઝુકાવ અને કોંગ્રેસ તરફ નારાજગી જોવા મળી રહી છે. જેથી ટૂંક સમયમાં તે ભાજપ સાથે જોડેશે તેવી અટકળો શરૂ થઈ ગઈ છે ત્યારે આ સંદર્ભમાં પણ અમિત શાહનો ગુજરાત પ્રવાસ મહત્ત્વનો જણાઈ રહ્યો છે.

આ પણ વાંચોઃ Surat Airport: દેશના સૌથી વ્યસ્ત એરપોર્ટમાં સુરત એરપોર્ટને 32મું સ્થાન, જાણો અમદાવાદ એરપોર્ટ કયા નંબરે છે

આ પણ વાંચોઃ નરેશ પટેલ કોંગ્રેસ હાઈકમાન્ડને મળીને રાજકોટ આવવા રવાના, મે મહિનામાં રાજકારણમાં જોડવાની શક્યતા

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Follow Us:
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">