Gir Somnath : દરિયામાં દારૂની હેરાફેરી ! મહારાષ્ટ્રની જય નામની બોટમાંથી ઝડપાયો લાખો રુપિયાનો દારુ, જુઓ Video
ગુજરાતમાં અવારનવાર નશાકારક પદાર્થ ઝડપાતા હોય છે. ત્યારે ગીર સોમનાથના દરિયામાં વિદેશી દારુની હેરાફેરીનો પર્દાફાશ થયો છે. દરિયામાં મહારાષ્ટ્રની જય નામની બોટમાંથી દારુ ઝડપાયો હતો.
ગુજરાતમાં અવારનવાર નશાકારક પદાર્થ ઝડપાતા હોય છે. ત્યારે ગીર સોમનાથના દરિયામાં વિદેશી દારુની હેરાફેરીનો પર્દાફાશ થયો છે. દરિયામાં મહારાષ્ટ્રની જય નામની બોટમાંથી દારુ ઝડપાયો હતો. ભેંસલા ટાપુ નજીક નવાબંદર મરીન પોલીસના બોટમાં દરોડા પાડ્યા હતા. બોટમાંથી 417 પેટી દારુ સહિત 24 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ત્યારે બોટમાંથી સુરત અને વલસાડના 9 આરોપીની ધરપકડ કરી છે.
દરિયામાં દારૂની હેરાફેરી !
ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં દારુબંધી હોવા છતા વારંવાર દેશી-વિદેશી દારુ ઝડપાતો હોય છે. ત્યારે ગીર સોમનાથના દરિયામાં મહારાષ્ટ્રની જય નામની બોટમાંથી દારુ ઝડપાયો હતો. બોટમાંથી 417 પેટી દારૂ સહિત 24 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
બીજી તરફ આ અગાઉ વલસાડમાંથી પણ દારુની હેરાફેરી ઝડપાઈ હતી. વલસાડમાં ભંગારની આડમાં દારૂની હેરાફેરી ઝડપાઈ હતી. તેલના ડબ્બાના ભંગારની આડમાં ગુજરાતમાં લવાતો લાખો રૂપિયાનો દારૂ ઝડપાયો હતો. વલસાડ સિટી પોલીસે નેશનલ હાઇવે 48 પરથી દારૂનો જથ્થો ઝડપ્યો હતો. ઔરંગા નદી નજીકથી 27 લાખની કિંમતના દારૂ સાથે એક વ્યક્તિને ઝડપ્યો હતો. સંઘ પ્રદેશ દમણથી અમરેલી દારુનો લઈ જવાતો હતો.
