રાજકોટના ગેમ ઝોનમાં લાગી ભીષણ આગ, 24 ના મોત, ફાયર દ્વારા મેજર કોલ જાહેર
રાજકોટના નાનામોવા રોડ પર ગેમઝોનમાં ભીષણ આગ લાગી છે. આ આગમાં બેના મોત થયા છે. સયાજી હોટલ પાસે TRP ગેમઝોનમાં આગ લાગતા અફરાતફરીણો માહોલ સર્જાયો હતો. આગની ઘટનામાં બે બાળકોના મોત થયા છે.
રાજકોટમાં ફરી સુરત તક્ષશિલા જેવી ઘટના બની છે. આ ઘટનામાં બે લોકોના મોત થાય છે . આગ લાગતાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે. એક કિમી સુધી ધુમાડાના ગોટે ગોટા દેખાયા છે. ફાયર વિભાગની ટીમ દ્વારા આગ પર કાબુ મેળવવા પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. અમદાવાદના TRP ગેમઝોન બાદ રાજકોટના TRP ગેમઝોનમાં આગ લાગી છે. આગ લાગતા ગેમઝોન બળીને ખાખ થયું છે.
રાજકોટથી આગની જે ઘટના બની છે. જેંઆ વીડિયો સામે આવ્યા છે. ધુમાડાના ગોટે ગોટા હવામાં ઊડ્યાં હતા. મળતી માહિતી મુજબ હાલ વેકેશનનો માહોલ છે ત્યારે મોટી સંખ્યામાં બાળકો અહીં આવતા હોય છે. જે દરમ્યાન આ ઘટના બની છે. આચનક સાંજના સમયે આગ લાગી હતી. TV9 ના કેમેરામાં આ દ્રશ્યો કેદ થયા હતા.
આખે આખો શેડ પર આ ગેમ ઝોન ચાલી રહ્યો હતો. જેમાં આ ગંભીર ઘટના બની છે. જેમાં બે બાળકોના મોત થયા છે. મહત્વનું છે કે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. સ્થાનિક ફાયર ફાઇટરો પણ ઘટના સ્થળે પહોંચી છે. હાલમાં ફાયરના સ્ટેશન ઑફિશર થી લઈ ચીફ સહિતના તમામ લોકો અહીં હાજર છે. મેજર ફાયર કોલ પણ જાહેર કરવામાં વાયો છે.
મેજર ફાયર કોલ ત્યારે જાહેર કરવામાં આવે છે જ્યારે આગ એટલી મોટા પાયે અને ગંભીર હોય છે કે તેને નિયંત્રણમાં લેવા માટે મોટી માત્રામાં ફાયર ફાઇટિંગ સંસાધનો અને મનોવળની જરૂર હોય. મેજર ફાયર કોલ જાહેર કરવાની પરિસ્થિતિઓ સામાન્ય રીતે નીચે મુજબની હોય છે
- વિશાળ ફેલાવટ: આગનો વ્યાપ વિશાળ હોય અને ઝડપથી ફેલાઈ રહ્યો હોય.
- ઉચ્ચ જોખમ: જો આગના કારણે મનુષ્યો અથવા માલમત્તાને મોટા પ્રમાણમાં જોખમ હોય.
- મલ્ટિપલ સ્ટોરી બિલ્ડિંગ્સ: મોટા માળા વાળા ઇમારતોમાં આગ.
- ખાસ હાઝર્ડ મટેરીઅલ્સ: આગમાં ખરાબ રસાયણો અથવા અન્ય જોખમી સામગ્રી સામેલ હોય.
- ફાયરફાઈટર્સ માટે જોખમ: આગને કારણે ફાયરફાઈટર્સને જીવના જોખમનો સામનો કરવો પડે.
- સહાયની જરૂર: સ્થળ પર ફાયર બ્રિગેડના અનેક યુનિટની જરૂરિયાત હોય.
આગને મેજર ફાયર જાહેર કરવાથી અનેક ફાયર સ્ટેશનોમાંથી વધુ ફાયરફાઈટર્સ, એફક્વિપમેન્ટ અને સપોર્ટ યુનિટ્સ સાઇટ પર મોકલવામાં આવે છે. આથી આગના પ્રભાવને ઘટાડવામાં મદદ મળે છે અને લોકો અને માલમત્તાની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવે છે.
અધિકારીઓના જણાવ્યા અનુસાર હાલમાં રાજકોટની તમામ ફાયર વિભગના બંબા પહોંચી ચૂક્યા છે. અચાનક ડોમ પર બનાવેલો આ ગેમ ઝોન જેમાં આગ લાગી. ધીરે ધીરે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં લોકો ચિંતામાં મુકાયા હતા. બાળકો અને જે આ ગેમ ઝોનમાં કામ કરે છે તે તમામ લોકોના પરિવાર જનો સ્તહલ પર હજાર થયા છે.
આગ લાગી અને અચાનક જ ડોમ ધરાશાઈ થયો હતો. આખો AC ડોમ આ બળીને ખાખ થયો હતો. જેંઆ ધુમાડા પણ દ્રશ્યોમાં જોઈ શકાય છે.
મહત્વનું છે કે આગ લાગે આવા સ્થાને કયા પ્રકારની તકેદારી રાખવી તે પણ લોકોએ જાણવું જરૂરી છે. જો આ માહિતી લોકો પાસે હોય તો આગ માંથી બચમાં સરળતા રહે છે.