Surat : માંડવી કિમ રોડ પર ટ્રકના કેબિનમાં લાગી ભીષણ આગ, ટ્રક બળીને ખાખ, આસપાસ અફરાતફરીનો માહોલ, જુઓ Video
ગુજરાતમાં અવારનવાર આગ લાગવાની ઘટના સામે આવતી હોય છે. ત્યારે સુરતમાં માંડવી કિમ રોડ પર ટ્રકના કેબિનમાં આગ લાગવાની ઘટના બની છે. અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો.
ગુજરાતમાં અવારનવાર આગ લાગવાની ઘટના સામે આવતી હોય છે. ત્યારે સુરતમાં માંડવી કિમ રોડ પર ટ્રકના કેબિનમાં આગ લાગવાની ઘટના બની છે. અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. ટ્રકમાં બ્લાસ્ટ થયા બાદ આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. જો કે આગના કારણે ટ્રક બળીને ખાક થયો છે. મળતી માહિતી અનુસાર આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.
ઉલ્લેખનીય છે કે સુરતના માંડવી કિમ રોડ પર ટ્રકના કેબિનમાં આગ લાગતા આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. રસ્તા વચ્ચે ટ્રકમાં આગ લાગવાના કારણે થોડા સમય માટે ટ્રાફિક જામ થયો હતો. ઘટનાની જાણ થતા તાત્કાલિક ધોરણે પોલીસ અને ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો.
પ્લાસ્ટિક સ્ક્રેપના ગોડાઉનમાં લાગી હતી ભીષણ આગ
બીજી તરફ આ અગાઉ પંચમહાલની એક પ્લાસ્ટિક સ્ક્રેપના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના બની હતી. ગોધરા-વડોદરા હાઈવે પર પ્લાસ્ટિક સ્ક્રેપના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી. ચિખોદરા ગામના સ્ક્રેપના ગોડાઉમાં ભીષણ આગ લાગી હતી. ગોડાઉનમાંથી ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળ્યો હતો. જેના પગલે સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે. ઘટનાની જાણ થતા તાત્કાલિક ધોરણે ગોધરા અને હાલોલની ફાયર બ્રિગેડની ટીમો ઘટના સ્થળે આગ બુઝવવાની કામગીરી હાથ ધરી હતી.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
